અંબાજી પ્રસાદ વિવાદ વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોહિની કેટરર્સનું (Mohini Caterers) પ્રસાદ બનાવવાનું ટેન્ડર રિન્યુ કરવામાં આવ્યુ નથી. વ્યવસ્થાના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટે હવેથી પ્રસાદ બનાવવાની કામગીરી મંદિરના કર્મચારીઓ કરશે તેવો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં મોહનથાળના પ્રસાદનું ટેન્ડર અન્ય સંસ્થાને સોંપાશે.
Banaskantha : અંબાજી પ્રસાદ વિવાદ વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોહિની કેટરર્સનું પ્રસાદ બનાવવાનું ટેન્ડર રિન્યુ કરવામાં આવ્યુ નથી. વ્યવસ્થાના ભાગરૂપે અંબાજી મંદિર ટ્રસ્ટે હવેથી પ્રસાદ બનાવવાની કામગીરી મંદિરના કર્મચારીઓ કરશે તેવો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં મોહનથાળના પ્રસાદનું ટેન્ડર અન્ય સંસ્થાને સોંપાશે.
- “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
- IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
- ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
અંબાજીમાં મોહનથાળ પ્રસાદના પેકેટ ભાદરવી પૂનમે તૈયાર કરાયા હતા. ત્યારે અંબાજી ભેટ કેન્દ્રમાં પ્રસાદના 18 હજાર પેકેટનો બફર સ્ટોક હાલ પડી રહ્યો છે. મહત્વનું છે કે અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતુ.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 28 ઓગસ્ટે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના લીધા હતા. જે ફેલ ગયા છે.15 સપ્ટેમ્બરે આવેલા રિપોર્ટમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ, ભેળસેળવાળા ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો.
મંદિર તંત્રએ દાવો કર્યો હતો કે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે બનાસ ડેરીમાંથી ઘીનો જથ્થો મંગાવ્યો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન કે એ પછી જે મોહનથાળનો પ્રસાદ બનાવાયો છે, તે ઉચ્ચ ગુણવતાયુક્ત ઘીમાંથી બનાવાયો છે. ઘીમાં ભેળસેળ સામે આવતા મોહિની કેટરર્સના માલિક સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

