પુરુષોત્તમ રુપાલાએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી અને માફી માગી લીધી, પરંતુ આ વિવાદ શમવાનું નામ નથી લેતો. એક અઠવાડિયા કરતા વધુ સમયથી વિવાદ ઉગ્ર બની રહ્યો છે જેમાં ક્ષત્રિય સમાજ રુપાલાની ટિકિટ કાપવાના નિર્ણય પર મક્કમ છે. આ દરમિયાન ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ વિવાદમાં કૂદી પડ્યા છે. શંકરસિંહે કહ્યું કે ભાજપની લુખ્ખી દાદાગીરી સામે ચૂપ ન રહેવાય. ભાજપની માનસિકતા જ ક્ષત્રિય વિરોધી રહી છે.
શંકરસિંહ વાઘેલાએ રૂપાલાની ટિકિટ કાપીને બીજા કોઈને ઉમેદવાર બનાવવામાં આવે તેવી વાતને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ ક્ષત્રિય સમાજની માંગને નહીં સ્વીકારે તો સ્થિતિ વકરશે. કોઈપણ સમાજનું અપમાન કરવામાં આવે તે યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન છે એવું ગણવામાં આવશે.
- Pushpa 2 માં શ્રીલીલાનો ટ્વિસ્ટ હશે, સિઝલિંગ ડાન્સ નંબર હલચલ મચાવશે!
- ફાયર બ્રિગેડ પર બની દેશની પહેલી ફિલ્મ ‘અગ્નિ’નું ટીઝર રિલીઝ
- સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર.શ્રોફ સેવા સદનનું શુભારંભ
- ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી
- તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
શંકરસિંહ વાઘેલાએ તો એમ પણ કહ્યું કે રાજકોટના ઉમેદવારને બદલવાની માગણી નહીં સ્વીકારાય તો તેનો અર્થ એવો થશે કે સમાજને ગાળ દેવામાં ભાજપના હાઈ કમાન્ડની સહમતી છે, વડાપ્રધાનની સહમતી છે, પાર્ટી પ્રેસિડન્ટની સહમતી છે અને ગૃહ મંત્રીની સહમતી છે. સરકાર હવે દાઝ્યા પર ડામ દેશે, બહેનોને એરેસ્ટ કરવાની કોશિષ કરશે, બળતામાં ઘી હોમશે તો આ સારી નિશાની નથી. ભાજપ લુખ્ખી દાદાગીરી કરવાનું હોય તો ચૂપ રહેવાય નહીં. સમાજની માગણી છે કે રુપાલાને બદલો.
તેમણે કેટલાક આગેવાનો તરફ ઈશારો કરતા કહ્યું કે રાજકારણ એવું ન હોવું જોઈએ કે તેમાં તમારે સ્વમાન ગીરવે મૂકવું પડે. રુપાલાને રાજ્યસભામાં લઈ જાવ તો અમને વાંધો નથી. પરંતુ સમાજની અસ્મિતા અને લાગણીને ઠેસ લાગી છે તે નહીં ચાલે.
બીજી તરફ ભાજપમાં હજુ સુધી ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ ચાલુ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આજે સ્વયં બે હાથ જોડીને ક્ષત્રિયોની માફી માગી છે, અને વિરોધની તલવાર મ્યાન કરવા વિનંતી કરી છે.
વાઘેલાએ કહ્યું કે દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. ભાજપે બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલાને કેમ ન બદલી શકે. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. પરંતુ સહનશક્તિની એક મર્યાદા હોય છે. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. હું હંમેશા ક્ષત્રિય સમાજની સાથે ઉભો રહીશ. વાઘેલાએ એમ પણ જણાવ્યું કે રૂપાલા જે બોલ્યા તે ખોટું બોલ્યા છે. ભાજપમાં સમજણ હોય તો ઉમેદવારને બદલાવે. ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે અને જો જલ્દી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.