ભાજપના ઉમેદવાર રૂપાલાને તેમની ટિપ્પણીને લઈને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરમાં છેલ્લા બે દિવસથી ભાજપના કાર્યક્રમોનો ક્ષત્રિયો-ક્ષત્રિયાણીઓ દ્વારા સતત વિરોધ થઈ રહ્યો છે. નીલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદી પરિવાર માટે આયોજિત મેળાવડો યોજાયો હતો. ક્ષત્રિયાણીઓ ત્યાં પહોંચી ગઈ હતા, અને રૂપાલાની ટીકીટ કેન્સલ કરવાની માંગણી સાથે ‘રુપાલા’ના વિરોધમાં નારા સાથે હંગામો થયો હતો. ત્યારે હાજર કેટલીક મહિલાઓએ ક્ષત્રિયોને હટાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. છેવટે, કેટલીક મહિલાઓએ પ્રતિકાર કરતાં, પરિસ્થિતિ શાંત થઈ, આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરાતાં મામલો શાંત પડ્યો હતો.
- Pushpa 2 માં શ્રીલીલાનો ટ્વિસ્ટ હશે, સિઝલિંગ ડાન્સ નંબર હલચલ મચાવશે!
- ફાયર બ્રિગેડ પર બની દેશની પહેલી ફિલ્મ ‘અગ્નિ’નું ટીઝર રિલીઝ
- સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર.શ્રોફ સેવા સદનનું શુભારંભ
- ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી
- તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
જામનગરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં બે દિવસ પહેલાં ભાજપ દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા હાય હાયના નારા લગાવી, કાર્યક્રમમાં વિક્ષેપ ઊભો કર્યો હતો, જેનું પુનરાવર્તન ગઈકાલે રાત્રે વુલન મિલની ચાલી વિસ્તારમાં જોવા મળ્યું હતું. જ્યાં ભાજપ આયોજિત મોદીનો પરિવાર સભામાં કાર્યક્રમનો પ્રારંભ થતાંની સાથે જ સ્થાનિક વિસ્તારમાં વસવાટ કરતી ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી, અને કેટલીક ખુરશી ઉપર કબજો જમાવી બેસવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ રૂપાલા હાય હાય અને ટિકિટ રદ કરોનાં સૂત્રો પોકારવાનું શરૂ કર્યું હતું.
હાર્દિક પટેલની હાજરીમાં રૂપાલાનો વિરોધ, ક્ષત્રિયોએ હુરિયો બોલાવ્યો
પરષોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયોએ ભાજપ સામે મોરચો માંડયો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. વિરમગામ નજીક જખવાડા ગામમાં પ્રચાર કરવા જતા હાર્દિક પટેલને ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યા હતાં. લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 માંથી 26 બેઠકો પાંચ લાખ મતના માર્જીનથી જીતવા લક્ષ્ય રાખ્યો છે. એટલુ જ નહીં ભાજપે ધારાસભ્યોને પણ ટાર્ગેટ આપ્યો છે. જો આ લીડ સહેજ પણ ઓછી થશે તો જવાબદારી ધારાસભ્યોની આવશે એવું પણ અગાઉ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કહી ચુક્યા છે.
પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે ખેંચતાણ
આ વેળાએ મહિલા પોલીસ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો, અને મહિલા પોલીસની મોટી ટીમ હાજર હતી. જેમણે ક્ષત્રિય મહિલાઓને ત્યાંથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ક્ષત્રિય મહિલાઓ અને મહિલા પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. જે બાદ આ ઘર્ષણ ઉગ્ર બન્યું હતું. કેટલીક ખેંચતાણ પણ જોવા મળી હતી. આખરે અમુક મહિલાઓની અટકાયત કરી પોલીસ જીપમાં બેસાડીને લઈ જવાયાં હતાં. અન્ય ક્ષત્રિય મહિલાઓ એક પછી એક ત્યાંથી ધીમેધીમે નીકળી ગઈ હતી, અને મામલો થાળે પડ્યો હતો.
બે દિવસ પહેલાં પણ આવું જ વિરોધ પ્રદર્શન કરાયું હતું
ઉલ્લેખનીય છે કે, જામનગરના વોર્ડ નંબર 5માં બે દિવસ પહેલાં યોજાયેલા ભાજપના એક કાર્યક્રમમાં ક્ષત્રિય મહિલાઓ પહોંચી રૂપાલા હાય હાયના નારાઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. ઉપસ્થિત પોલીસ જવાનોએ સૂત્રોચ્ચાર કરી રહેલી મહિલાઓને કાર્યક્રમ સ્થળ પરથી દૂર કરી હતી. ક્ષત્રિયાણીઓએ હોબાળો મચાવતાં ભારે હલચલ થઈ ગઈ હતી. સ્ટેજ પર બેઠેલા ભાજપના પૂર્વ મંત્રી, પૂર્વ મેયર સહિતના હોદ્દેદારો અસમંજસમાં મુકાયા હતા.
એક જ માંગ ‘રૂપાલાની ટિકિટ રદ કરો’
વાતાવરણ તંગ બનતા પોલીસ ટુકડીએ સમય સૂચકતા વાપરી તમામ રાજપૂત બહેનોને ત્યાંથી દૂર કર્યાં હતાં. જેથી મામલો શાંત થયો હતો. જામનગરના નીલકમલ સોસાયટી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ મેયર બીનાબેન કોઠારી, પૂર્વ શહેર પ્રમુખ હસમુખ હિંડોચા, શાસક જૂથના નેતા આશિષ જોશી, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો શહેર મહામંત્રી વગેરે સ્ટેજ પર બેઠા હતા અને કેટલાક ભાજપના સમર્થકોની હાજરીમાં કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. તેની થોડી ક્ષણોમાં જ કેટલાક સ્થાનિક ક્ષત્રિય મહિલાઓ પોતાનાં બાળકો સાથે મંચ પર ધસી આવ્યાં હતાં અને રૂપાલા હાયના નારા લગાવ્યા હતા. રૂપાલાની ટિકિટ રદ કરો જેવી માંગણી કરી કાર્યક્રમમાં ખલેલ પહોંચાડ્યો હતો. જ્યારે સ્ટેજ પર પાછળના ભાગમાં ખાલી રહેલી બે- ત્રણ ખુરશીઓ પણ ઊંચકીને ફેંકી હતી.