5 લાખ ક્ષત્રિયોના સંમેલનથી શું ઉખાડી લીધુ ક્ષત્રિયોએ…? ક્ષત્રિયોના “વટ” સામે રૂપાલાનો “વટ” રંગ રાખ્યો અને વાજતે ગાજતે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. પણ વિજય મુહૂર્ત પહેલાં જ ઉમેદવારી ફોર્મ ભર્રી દીધુ છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે જવા રવાના થયા છે તેમના સમર્થનમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત છે.
પદ્મનિબા વાળાનો ક્ષત્રિયો સંકલન સમિતિને સવાલ..
પદ્મિનીબા કહેતાં સાંભળવા મળે છે કે, “કાલે આટલું પબ્લિક ભેગું થયું હતું તો તે આશાના કિરણ સાથે આવ્યું હતું કે કંઈકને કંઈક નિર્ણય આજે આવશે. પણ નિર્ણય તો એક પણ ન થયો, તો શું આ લોકો ભાષણો સાંભળવા માટે આવ્યા હતા? ભાષણો તો કેટલાં સંમેલનોમાં થયાં. એકનાં એક ભાષણો જ બધે થયાં છે. તો ખાલી સ્ટેજ ઉપર ચડીને ભાષણો જ કરવાનાં છે? લડત જીતવાની કઈ રીતે છે?”
ઓડિયો ક્લિપની વાત કરવામાં આવે તો, પદ્મિનીબાએ આગળ કહ્યું કે, “હું સંકલન સમિતિનો વિરોધ નથી કરતી તો સંકલન સમિતિ રાજકોટ આવે અને રાજકોટ રહે….. અહીં રાજકોટમાં દંડા ખાવા અમારે જવાનું, જેલમાં અમારે જવાનું, અટકાયત અમારી થાય, બહાર અમારે નીકળવાનું, તો પછી સંકલન સમિતિ કઈ રીતે જીત અપાવવાની છે?”
વાયરલ ક્લિપમાં પદ્મિનીબા રવિવારે (14 એપ્રિલ) રાજકોટમાં યોજાઇ ગયેલા મહાસંમેલનને લઈને પણ નારાજગી વ્યક્ત કરતાં સાંભળવા મળ્યાં. તેમણે કહ્યું, “મારે તો કાલે વાત મૂકવાની જ હતી, મને તો એ લોકો સ્પીચ પણ આપવા દેવા માંગતા ન હતા. મેં પરાણે સ્પીચ આપી છે. મારું તો વક્તામાં નામ જ ન હતું કે પદ્મિનીબાની સ્પીચ જ નહીં….તો શું કામ મને આ લોકો રોકે છે?” અહીં નોંધવું જોઈએ કે વાયરલ ક્લિપમાં તેઓ પોતાનું જ સંબોધન કરીને પદ્મિનીબા નામ લેતાં સાંભળવા મળે છે
ક્ષત્રિય સંકલન સમિતિ ભાજપની બી. ટીમ – ગીતાબા પરમાર
પદ્મિનીબા વાળા તેમજ ગીતાબેન પરમાર સંકલન સમિતિથી અલગ થઈ ગયા હોત તેવુ લાગી રહ્યું છે. તેમના વાયરલ થયેલા ઓડિયો સાંભળતાં એવુ જાણવા મળી રહ્યું છે. કે ગીતાબા અને પદ્મિનીબા ક્ષત્રિય સંકલન થી વિરોધમાં જ પોતાના બયાન આપી રહ્યા છે. ગીતાબા પરમારના ઓડિયોમાં એવું કહેતા જોવા મળે છે. કે 14 તારિખે કેમ સંમેલન રાખવામાં આવ્યું 16 તારીખે કેમ ન રાખવામાં આવ્યું રુપાલા ફોર્મ 16 તારીખે ભરવાના હોવાથી 16 તારીખે સંમેલન રાખવામાં આવ્યું હોય તો સારુ આમ તેમને સંકલન સમિતિને જ ભાજપની બી ટીમ ગણાવી દિધા હતા….
ગત મોડી રાત ક્ષત્રિય સંકલન સમિતિ સીએમ હાઉસ ખાતે 2.30 વાગ્યા સુધી શું ખીચડી રંધાઈ હતી તે સામે આવ્યું નથી અને આજે પુરષોત્તમ રુપાલા જ્યારે ફોમ ભરી દીધુ છે. તો ક્ષત્રિય સંકલન સમિતિ અને ભાજપના નેતાઓ વચ્ચે શું સાંઠ-ગાંઠ થઈ તે સામે નથી આવ્યું.
- Pushpa 2 માં શ્રીલીલાનો ટ્વિસ્ટ હશે, સિઝલિંગ ડાન્સ નંબર હલચલ મચાવશે!
- ફાયર બ્રિગેડ પર બની દેશની પહેલી ફિલ્મ ‘અગ્નિ’નું ટીઝર રિલીઝ
- સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર.શ્રોફ સેવા સદનનું શુભારંભ
- ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી
- તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
કલેક્ટર કચેરી ખાતે પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું છે. રૂપાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા,
પુરુષોતમ રૂપાલાનું રામ રામ સાથે સંબોધન
રૂપાલાએ રામ રામ સાથે તેમની સ્પીચ શરુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ. દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ 100 દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. બધાને 100 ટકા મતદાન કરવાની અપીલ પણ કરી છે.
રેલી સમયે બંને તરફના રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા
પુરુષોત્તમ રૂપાલા સભા સ્થળે પહોંચ્યા ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા, મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત હતા. મોહન કુંડારીયા રેલીને બદલે સીધા સભા સ્થળે પહોંચ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાની રેલી બહુમાળી ભવન ચોક ખાતે પહોંચી હતી. ઢોલ નગારાના તાલે સંસ્કૃતિની એક ઝલક બતાવવા પુરુષોત્તમ રૂપાલાની રેલી નીકળી હતી. જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક તરફ નીકળેલી રેલીના બંને તરફના રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા.