ગુજરાતના સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારીપત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. કારણ કે, સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું…
- Pushpa 2 માં શ્રીલીલાનો ટ્વિસ્ટ હશે, સિઝલિંગ ડાન્સ નંબર હલચલ મચાવશે!
- ફાયર બ્રિગેડ પર બની દેશની પહેલી ફિલ્મ ‘અગ્નિ’નું ટીઝર રિલીઝ
- સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર.શ્રોફ સેવા સદનનું શુભારંભ
- ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી
- તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ એક બાકી રહ્યા હતા તેઓ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા લોકોમાં ચર્ચા એ છે. કે આખરે અપક્ષ 8 ઉમેદવાર હતા તો આ તમામ ઉમેદવારોને એવું તે શું થયું કે 8 ઉમેદવારો પૈકી 7 તો પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું શું કોઈના ડરથી ખેંચી લીધુ યા કોઈ વહવટ થઈ ગયો….? અને વહીવટ થયો તો કોણે કર્યો આ વહીવટ, 8 ઉમેદવારોને આ પ્રશ્ન તો થવો જોઈએ કે તેમને પોતાનું ફોર્મ કેમ કેંચી લીધું….
સુરત લોકસભા બેઠક હાલમાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસ ઉમેદવારીનું ફોર્મ રદ થવું અને તેના ટેકેદારો સંપર્કવિહોણા થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. આ વચ્ચે વધુ એક ઉમેદવાર સંપર્ક વિહોણા થયાં હતા. બહુજન સમાજ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવનાર પ્યારેલાલ ભારતી વડોદરાથી સંપર્ક વિહોણા થયાં હતા. છેલ્લા એક કલાકથી વધુના સમયથી તેમના પરિવારજનો તેમજ પાર્ટીના લોકો તેમનો સંપર્ક કરી રહ્યાં હતા, પણ થતો નહોતો. તેઓની 12 વાગ્યાની આસપાસ પાર્ટીના મુખ્ય નેતાઓ સાથે વાતચીત થઈ હતી, જે બાદથી કોઈ અત્તોપત્તો નહોતો. પ્યારેલાલ ભારતી એક નાની youtube ચેનલ ચલાવે છે. ગઈકાલે પ્યારેલાલ ભારતી અને તેમના ફેમિલીના લોકો વડોદરામાં અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા. જે પછીથી હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી. ઉલ્લેખનીય છે કે, તેમની પાર્ટીના પ્રમુખ દ્વારા પ્યારેલાલ ભારતી માટે પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું હતું. ગઈકાલે સુરત કલેક્ટરે અને પોલીસને પત્ર લખ્યો હતો.