(અશ્વિન અગ્રવાલ) રાષ્ટ્રના વિકાસ માટે પોતાના સમાજ ના યુવાન યુવતીઓ આર્થિક વિકાસ અત્યંત આવશ્યક છે ભારતના દરેક રાજયો માં સમાજ ના આગેવાનો પોત પોતાના સમાજના યુવાનો યુવતીઓ અને સમાજ ની સંસ્થાઓને મજબૂત કરી , આર્થિક ,શૈક્ષણિક રીતે સહયોગ આપી કાબીલ બનાવે છે, જેનું ઉદાહરણ ગુજરાતમાં પાટીદાર સમાજના અગ્રણી સંસ્થા સરદારધામ સુધા જશવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર સરદાર ધામ ખાતે થી આઇએએસ. આઇપીએસ પરીક્ષામાં આઠ વિર્ધાથીઓ યુ.પી એસ સી પરીક્ષામાં સફળ થયા બાદ ,28 એપ્રિલ સરદારધામ કેન્દ્ર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની હાજરી માં મિશન 2026 અંતર્ગત સામાજિક ક્રાંતિ ના અભિગમ થી સન્માન કાર્યક્રમ નું આયોજન કરેલ હતું
આ અંગે માહિતી આપતા પાટીદાર સમાજના અગ્રણીઓ જણાવેલ કે, યુપીએસસી માં પાટીદાર સમાજના યુવાનો એ સમાજનું નામ રોશન કરી દેશની સામાજિક સંસ્થાની સાથે લોકશાહી ને મજબૂત કરવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે ,ત્યારે ભવિષ્યના પ્લાન અંગે માહિતી આપતા જણાવેલ કે, સરદાર ધામ સંસ્થા જયુ઼ડીસરી સ્પોર્ટસ અને ડીફેન્સ માટે ની ટ્રેનિંગ નો સમાવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે સંસ્થામાં હાલ 800 યુવતીઓ ને એક રુપિયા ના ટોકન પણ શિક્ષણ આપી રહ્યા છે ત્યારે યુવાન પાસેથી વાર્ષિક 40 હજાર જેટલી રકમ લઈને શિક્ષણ આપવામાં આવે છે
40 હજાર જેટલી રકમ પણ આર્થિક રીતે આપી ના શકે તો તેને સમાજ ના દ્વારા સંપૂર્ણ ટેકો કરીને આગળ વધારી ,સમાજ અને દેશને મજબૂત કરવામાં સફળ બનાવી રહ્યા છે| હાલ સરદાર ધામ સંચાલિત સુધા જશવંત અંબાલાલ સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે, ટ્રેનિંગ અને શિક્ષણ મેળવવા માટે 2100 થી વધુ યુવક યુવતીઓ નું વેટિંગ લિસ્ટ છે . આવનાર સમય માં પાટીદાર સમાજ ની સાથે અન્ય સમાજના યુવાનો યુવતીઓ ને ટ્રેનિંગ શિક્ષણ 1 રુપીયા ટોકન પદ્ધતિ થી અને આર્થિક રીતે ગરીબ પરિવારોને પોસાય તે રીતે આયોજન ની તૈયારી કરવાનું સરદાર ધામ કમેટીના વિચાર વિર્મશ હેઠળ છે.