ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ધોરણના 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 વાગ્યે શરૂ થયું છે જેને લઈને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા લાગ્યા છે. 9:15 વાગ્યે વિધાર્થીઓનું ચેકિંગ કરીને તિલક અને ફૂલ આપી કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે.
- “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
- IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
- ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.
દહેગામ તાલુકાના કનિપુર ગામે શ્રી કેશવલાલ રણછોડદાસ વકીલ વિદ્યાલય (કનિપુર કેન્દ્ર) ખાતે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. ત્યારે ગોંડલ ની ગંગોત્રી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કંકુ, તિલક, મીઠું મોઢું અને પ્રયાગરાજ (મહાકુંભ) નું ત્રિવેણી નદીનું ગંગાજળ વિદ્યાર્થીઓ પર માતાજી સ્વામી શુભાનંદ દ્વારા છટકાવ કરી પ્રવેશ આપવામાં

