અમદાવાદ શહેર નો એક વિડીયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. મોહસીન નામના વ્યક્તી દ્વારા એક મહિલાને માર મારતો વીડિયો ઘણો જ વાયરલ થયો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમા દેખાઇ રહ્યુ છે કે, યુવાન એક યુવતીને માર મારી રહ્યો છે. ચાર મિનિટના આ સીસીટીવી ફૂટેજમાં યુવાન યુવતીને ક્યારેક વાળ પકડીને તો ક્યારેક ઢસડીને તો ક્યારેક લાફા ઝીંકીને માર મારી રહ્યો છે. આ વાયરલ વીડિયો જોયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિડિયોમાં દેખાતો યુવક એક સ્પા સંચાલક અને યુવતીનો પાર્ટનર હોવાનું માલૂમ પડ્યું હતું. આ વિડીયો સિંધુ ભવન રોડ પર આવેલી ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગનો હોવાનું જાણવા મળ્યું છે. આ યુવતી ઉત્તર પૂર્વીય ભારતની હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીને ખરાબ રીતે માર મારી રહેલ યુવકનું નામ મોહસીન હોવાનું જાણવા મળ્યું છે
સ્પા સંચાલક અને પાર્ટનર યુવતી વચ્ચેની બબાલનો આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અને પોલીસની સમજાવટ બાદ યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે. આ મામલે પીડિતાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, જ્યારે મોહસીન તેને મારતો હતો ત્યારે તેણે 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે ફોન જૂટવી લઇને મોહસીને માફી માંગી હતી. તેથી જ તેણે ફરિયાદ નોંધાવી ન હતી. જોકે, પોલીસે તેને સમજાવ્યું અને ઘણો સપોર્ટ કર્યો, તેથી તેણે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું.
અમદાવાદ શહેરમાં ભોગ બનનાર યુવતીએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી યુવતીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. જેમાં તણે કહ્યું હતું કે, ”25 તારીખની ઘટના છે. મેં અને મોહસીને ભાગીદારીમાં સલૂન ખોલ્યું હતું. જેમાં મારે થોડું નુકસાન ગયું હતું આથી હું યુવતી પર ગુસ્સે થઈ હતી. આથી મોહસીન મારા પર બગડ્યો હતો અને મને મારી હતી. બાદમાં મોહસીને માફી માગી હતી આથી મેં ફરિયાદ કરી ન હતી. વીડિયો વાઈરલ થતાં પોલીસે મને સમજાવ્યું કે ફરિયાદ કરો આવું કોઈ પણ સાથે થઈ શકે. તમામ લોકોએ મને સપોર્ટ કર્યો તે જાણી મને સારું લાગ્યું, બધાનો આભાર.”
મોહસીન નામના સ્પા સંચાલક વિરુદ્ધ અમદાવાદ શહેર પોલીસ ફરિયાદ નોંધાઈ
આ વિડીયો વાયરલ થયા બાદ જાણવા મળ્યું હતું કે તે અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચાલતા ગેલેક્સી સ્પાનો વિડીયો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ વીડિયોમાં સ્પા પાસે મોહસીન નામનો આ યુવક એક યુવતીને ખૂબ જ ક્રૂરતાપૂર્વક માર મારી રહ્યો છે. મોહસીન નામના સ્પા સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને હવે તેની સામે પગલાં લેવાય રહ્યા છે.
આ વીડિયોમા દેખાય છે તે રીતે યુવાન યુવતીને આડેધડ મારી રહ્યો છે. તે મહિલાના વાળ ખેંચીને લાફા મારતો રહ્યો હતો યુવતીને દીવાલ સાથે અથડાવી કપડાં પણ ફાડી નાખતો દેખાઇ રહ્યો છે.
અમદાવાદ પોલીસ તંત્ર એક્શનમાં
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સિનિયર અધિકારીઓ આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ એક્ટિવ થઈ ગયા છે. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને એ સંદર્ભે ગુનો પણ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા સ્પા સંચાલકના દાણીલીમડા ખાતેના ઘરે એક ટીમ બપોરે પહોંચી હતી. જ્યારે આરોપી ઘરે હાજર નહોતો. એવું પણ જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાન જવા માટે ઘરેથી કપડાં લઈને નીકળી ગયો છે. જો કે આગામી દિવસોમાં આ મામલે તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે એવી આશા રાખવામાં આવી રહી છે.
બોડકદેવ પોલીસ સ્ટેશનમાં પીડિત યુવતીની મહિલા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે એક સંસ્થા દ્વારા પણ યુવતીની મદદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા આવવાની વિગતો સામે આવી રહી છે. લોકો પણ યુવકની તેની હેવાનિયતની સજા મળે એવી માંગ સોશ્યલ મીડિયાનાં માધ્યમથી કરી રહ્યા છે.