એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ફાઈનલ મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા પરંતુ એવું બન્યું નહીં અને હવે ભારત શ્રીલંકા ફાઇનલ રમવા જઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટની શરૂઆતથી અત્યાર સુધી આ બંને ટીમો વચ્ચે એક પણ વખત ફાઈનલ રમાઈ નથી. આ વખતે પાકિસ્તાને બતાવેલા પ્રદર્શન બાદ ભારત સાથે તેની ફાઈનલ નિશ્ચિત માનવામાં આવી રહી હતી પરંતુ અંતે ટીમ ફાઇનલની ટિકિટ ચૂકી ગઈ હતી
એશિયા કપની ફાઈનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. આ મેચ રવિવાર 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાવાની છે. સુપર 4 મેચ પહેલા સ્થળને લઈને ઘણો વિવાદ થયો છે. વરસાદના ડરને કારણે ભારત અને પાકિસ્તાનની મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો
કોલંબોમાં રમાયેલી સુપર 4ની તમામ મેચ વરસાદને કારણે ખોરવાઈ ગઈ છે. એશિયા કપ ફાઇનલમાં પણ વરસાદનો ભય છે. સારા સમાચાર એ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મેચ માટે પણ રિઝર્વ ડે રાખ્યો છે. મતલબ કે જો 17 સપ્ટેમ્બરે વરસાદના કારણે મેચ રોકવી પડે તો બીજા દિવસે યોજવામાં આવી શકે છે