ભારત – ધ ફાયર ન્યૂઝ https://gujarati.thefirenews.com Breaking News | ગુજરાતી સમાચાર | ગુજરાત | દુનિયા સમાચાર Tue, 05 Dec 2023 11:53:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://gujarati.thefirenews.com/wp-content/uploads/2023/09/cropped-THE-FIRE-News-logo-150x150.png ભારત – ધ ફાયર ન્યૂઝ https://gujarati.thefirenews.com 32 32 કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા  https://gujarati.thefirenews.com/karni-sena-chief-sukhdev-singh-gogamedi-shot-dead/ https://gujarati.thefirenews.com/karni-sena-chief-sukhdev-singh-gogamedi-shot-dead/#respond Tue, 05 Dec 2023 11:52:59 +0000 https://gujarati.thefirenews.com/?p=3788 રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેની હત્યા સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હવે તેની હત્યા સંબંધિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બદમાશ આરામથી બેસીને સુખદેવ સિંહ ગોગામેડી સાથે વાત કરી રહ્યો હતો. આ એકાએક ઉભો થયો અને અચાનક તેઓએ દે ધનાધન ગોળીબાર કર્યો હતો.

સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરના શ્યામ નગર જનપથ સ્થિત તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. હાલમાં આ હત્યાકાંડની જવાબદારી રાજસ્થાનની રોહિત ગોદારા ગેંગે લીધી છે.

હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. પહેલા સીસીટીવી વિડિયોમાં જોવા મળે છે કે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે સોફા પર બેઠા છે. તેમની સામે ત્રણ લોકો બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ ઉભો હતો. વાતચીત દરમિયાન અચાનક સામે બેઠેલા બંને લોકોએ પોતાની પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું.

ફાયરિંગ કરી રહેલા બે લોકોએ ગોગામેડી તેમજ ત્યાં હાજર અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો હતો. પરંતુ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે તેમનું નિશાન મુખ્યત્વે ગોગામેડી હતું. કુલ એક ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની ગોગામેડીને નિશાન બનાવી હતી.

પોલીસ પ્રશાસનમાં ખળભળાટ  

સુખવીર સિંહ ગોગામેધી પર ફાયરિંગની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે સુખવીર સિંહ ગોગામેધીના ઘર પાસે અજાણ્યા બદમાશોએ ગોળીબાર કર્યો હતો. જયપુરમાં સુખવીર સિંહના ઘર પાસે ચાર અજાણ્યા બદમાશો આવ્યા હતા.

]]>
https://gujarati.thefirenews.com/karni-sena-chief-sukhdev-singh-gogamedi-shot-dead/feed/ 0
India-Pakistan ક્રિકેટ રસિકોએ મેડિકલ ચેક અપના નામે હોસ્પિટલમાં રૂમ બુક કરાવી https://gujarati.thefirenews.com/india-pakistan-cricket-fans-booked-a-room-in-the-hospital/ https://gujarati.thefirenews.com/india-pakistan-cricket-fans-booked-a-room-in-the-hospital/#respond Tue, 03 Oct 2023 13:58:26 +0000 https://thefirenews.in/?p=3378 અમદાવાદઃ વર્લ્ડ કપના ક્રિકેટ શરૂ થઈ રહી છે. તેમાંય India-Pakistan વચ્ચેની મેચ હોય ત્યારે લોકોમાં ભારે ઉત્તેજના છે. જો કે, India-Pakistan વચ્ચે 14 ઓક્ટોબરના રોજ યોજાનારી મેચને લઇને હોટેલ્સના ભાડા 4થી 5 ગણા વધી જતાં ક્રિકેટ મેચ જોવા વિદેશમાં વસતા (NRG) ગુજરાતીઓએ દેશી જુગાડ શોધી કાઢ્યો છે. આ ક્રિકેટ રસિકોએ મેડિકલ ચેક અપના નામે હોસ્પિટલમાં રૂમ બુક કરાવી લીધા છે.

14 ઓકટોબરે India-Pakistanની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાની છે. આ મેચ જોવા ક્રિકેટ રસિયાઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચની તારીખ જાહેર થતાંની સાથે જ હોટેલ્સમાં રૂમ બુક ફૂલ થઈ ગયા છે તો કેટલીક હોટલના ભાડા 4થી 5 ગણાં વધી ગયા છે. જેને લઇને ભારત બહારથી આવતા ક્રિકેટ પ્રેમીઓએ હોસ્પિટલમાં રૂમ બુક કરાવ્યા છે. 14 ઓકટોબરે હોસ્પિટલમાં બોડી ચેક અપ કરાવી બહારથી આવેલા લોકો મેચ જોવા જશે.

બોપલ સાંનિધ્ય હોસ્પિટલના ડોક્ટર પારસ શાહે જણાવ્યું છે કે, ‘14 ઓકટોબરે ભારત પાકિસ્તાનની મેચ છે. જેને લઈને સતત ઇન્કવાયરી આવી રહી છે. સામાન્ય દિવસમા ફાઈવ સ્ટાર હોટલના રૂમ 5થી 10 હજાર રૂપિયા સુધીમાં મળતા હોય તે 50 હજારથી 2 લાખ રૂપિયા સુધી ભરવા છતાં રૂમ મળતા નથી. એટલે હોસ્પિટલમાં રહેવા નિર્ણય કર્યો જેથી હેલ્થ ચેકઅપ પણ થઈ જાય અને મેચ પણ જોવાઈ જશે. વિદેશમાં બોડી ચેકઅપ કરાવવું ખૂબ મોંઘુ છે. એટલે પ્રવાસીઓને એક તીરથી બે નિશાન જેવું થયું છે. ઓછા ખર્ચમાં બોડી ચેકઅપ અને રહેવાની પણ વ્યવસ્થા થઈ જશે અને તે લોકોને મેચ પણ જોવાઈ જશે.’

હોસ્પિટલમાં રૂમ માટે અલગ અલગ પેકેજ રાખવામાં આવ્યા છે. 5 હજારથી 10 હજાર રૂપિયા સુધીના અલગ અલગ રૂમ છે. દરેક રૂમમાં એક દર્દી સાથે દર્દીના એક સગા માટે બેડ રાખવામાં આવ્યો છે. દર્દી માટેનું ડાયટ ખાવાનું મળશે અને દર્દીના સગા માટે રેગ્યુલર ખવાનું મળશે. હોસ્પિટલ ચટાકેદાર જમવાનું નહીં મળે પરંતુ દર્દી ઇચ્છે તો ઝોમેટો તથા સ્વીગી દ્વારા ફૂડ ઓર્ડર કરી શકશે. જેમાં અને છૂટછાટ આપી છે. આમ હોસ્પિટલમાં જ દર્દીને હોટેલ જેવી સુવિધા મળી રહેશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘14 ઓકટોબરે મેચ છે જેના માટે આફ્રિકા, USA અને UKથી મોટા સંખ્યામાં લોકો મેચ જોવા આવવાના છે. 13 ઓકટોબરે મધ્ય રાત્રિએ લોકો પહોંચશે જેમને હોસ્પિટલ એમન્યુલેન્સ કે હોસ્પિટલ ગાડી દ્વારા પીકઅપ કરવામાં આવશે. હોસ્પિટલમાં લાવ્યા બાદ વહેલી સવારે 6 વાગે મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવશે. મેડિકલ ચેકઅપ બાદ બપોરે મેચ જોવા જશે. મેચ જોયા બાદ મોડી રાતે ફરીથી હોસ્પિટલમાં આવીને રોકશે. હોસ્પિટલથી 15 ઓકટોબરે ફરીથી એરપોર્ટ જશે.’

]]>
https://gujarati.thefirenews.com/india-pakistan-cricket-fans-booked-a-room-in-the-hospital/feed/ 0
રમેશ બિધુરી સામે સ્પીકર કાર્યવાહી નહીં કરે તો હું રાજીનામુ આપી દઈશઃ દાનિશ અલી https://gujarati.thefirenews.com/if-speaker-does-not-take-action-against-ramesh-bidh/ https://gujarati.thefirenews.com/if-speaker-does-not-take-action-against-ramesh-bidh/#respond Sun, 24 Sep 2023 06:11:01 +0000 https://thefirenews.in/?p=3301 દિલ્હીઃ દક્ષિણ દિલ્હી બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં સતત બે વખત જીત મેળવનારા ભાજપના સાંસદ રમેશ બિધુરીએ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના નેતા કુંવર દાનિશ અલી વિરુદ્ધ આતંકવાદી અને ઉગ્રવાદી જેવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમના આ નિવેદનને કારણે ભાજપ બેક ફૂટ પર આવી ગઈ છે. વિપક્ષી પાર્ટીઓ તેમના નિવેદનની ટીકા કરી રહી છે. દરમિયાન દાનિશ અલી મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે કહ્યું કે બિધુરી સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ લોકસભામાંથી રાજીનામુ આપી દેશે.

સ્પીકર કાર્યવાહી નહીં કરે તો હું આ ગૃહને ભારે હૈયે છોડવાનું વિચારીશ – દાનિશ અલી

મીડિયા સાથે વાતચીતમાં સાંસદ દાનિશ અલીએ કહ્યું કે મને ખાતરી છે કે લોકસભા સ્પીકર આ ઘટનાને ધ્યાનમાં લેશે અને યોગ્ય કાર્યવાહી કરશે. મેં આ અંગે નોટિસ આપી છે કારણ કે બધું રેકર્ડ પર છે… મારા જેવા ચૂંટાયેલા વ્યક્તિની હાલત આવી હોય તો સામાન્ય માણસની કેવી

હશે ? આ ઉપરાંત, તેમણે કહ્યું કે મને આશા છે કે મારી સાથે ન્યાય થશે અને સ્પીકર સાહેબ કાર્યવાહી કરશે. તેવું નહીં થાય તો હું ભારે હૈયે આ ગૃહને છોડવાનો વિચાર કરીશ.

ભાજપે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર કારણદર્શક નોટિસ જારી કરી

બીજી તરફ માહિતી સામે આવી રહી છે કે આ નિવેદન બાદ ભાજપના ઘણાં વરિષ્ઠ નેતાઓએ પણ બિધુરીને ઠપકો આપ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા બદલ ભાજપે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર પાર્ટી સાંસદ રમેશ બિધુરીને કારણદર્શક નોટિસ ફટકારી છે.

વિપક્ષે દ્વારા રમેશ બિધુરી પર કેસ ચલાવવાની માંગ કરી

બીએસપીના સાંસદ દાનિશ અલી વિશે રમેશ બિધુરીની વિવાદાસ્પદ ટિપ્પણી પર પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તમે સંસદની નવી ઇમારત બનાવી છે, તમારે તેની સાથે ફિનાઇલ પણ ખરીદવું જોઈતું હતું. આવી ભાષાનો ઉપયોગ કરનારા  લોકોના મન અને મોં ધોઈ નાખતા જેથી વાત કરતા પહેલા તેમની જીભ સાફ થઈ જતી અને તેઓ આવા શબ્દોનો ઉપયોગ ન કરત. ભાજપે નવા સંસદભવનમાં પોતાના લોકો માટે ફિનાઈલની વ્યવસ્થા પણ કરવી જોઈએ.

આ મામલે બિહાર સરકારના મંત્રી તેજ પ્રતાપ યાદવે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સરકાર તેમનું સભ્યપદ રદ કરે… આ નિંદનીય છે. આ લોકો બંધારણ અને તિરંગાને માનતા નથી, અમે ઈચ્છીએ છીએ કે તેમની સામે કેસ ચલાવવામાં આવે. આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો લોકશાહી માટે ખતરનાક છે.

]]>
https://gujarati.thefirenews.com/if-speaker-does-not-take-action-against-ramesh-bidh/feed/ 0
ASIA CUP 2023: ભારત શ્રીલંકા વચ્ચે ફાઇનલમાં વસાદ પડશે તો? શુ થશે કોને મળશે ટ્રોફી https://gujarati.thefirenews.com/asia-cup-2023-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%b2%e0%aa%82%e0%aa%95%e0%aa%be-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87-%e0%aa%ab%e0%aa%be%e0%aa%87/ https://gujarati.thefirenews.com/asia-cup-2023-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%b2%e0%aa%82%e0%aa%95%e0%aa%be-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87-%e0%aa%ab%e0%aa%be%e0%aa%87/#respond Sat, 16 Sep 2023 15:19:43 +0000 https://thefirenews.in/?p=3091 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ફાઈનલ મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા પરંતુ એવું બન્યું નહીં અને હવે ભારત શ્રીલંકા ફાઇનલ રમવા જઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટુર્નામેન્ટની શરૂઆતથી અત્યાર સુધી આ બંને ટીમો વચ્ચે એક પણ વખત ફાઈનલ રમાઈ નથી. આ વખતે પાકિસ્તાને બતાવેલા પ્રદર્શન બાદ ભારત સાથે તેની ફાઈનલ નિશ્ચિત માનવામાં આવી રહી હતી પરંતુ અંતે ટીમ ફાઇનલની ટિકિટ ચૂકી ગઈ હતી

એશિયા કપની ફાઈનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. આ મેચ રવિવાર 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાવાની છે. સુપર 4 મેચ પહેલા સ્થળને લઈને ઘણો વિવાદ થયો છે. વરસાદના ડરને કારણે ભારત અને પાકિસ્તાનની મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો

કોલંબોમાં રમાયેલી સુપર 4ની તમામ મેચ વરસાદને કારણે ખોરવાઈ ગઈ છે. એશિયા કપ ફાઇનલમાં પણ વરસાદનો ભય છે. સારા સમાચાર એ છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ મેચ માટે પણ રિઝર્વ ડે રાખ્યો છે. મતલબ કે જો 17 સપ્ટેમ્બરે વરસાદના કારણે મેચ રોકવી પડે તો બીજા દિવસે યોજવામાં આવી શકે છે

]]>
https://gujarati.thefirenews.com/asia-cup-2023-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%b2%e0%aa%82%e0%aa%95%e0%aa%be-%e0%aa%b5%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%ab%87-%e0%aa%ab%e0%aa%be%e0%aa%87/feed/ 0