રાજનીતિ – ધ ફાયર ન્યૂઝ https://gujarati.thefirenews.com Breaking News | ગુજરાતી સમાચાર | ગુજરાત | દુનિયા સમાચાર Fri, 26 Jul 2024 10:48:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://gujarati.thefirenews.com/wp-content/uploads/2023/09/cropped-THE-FIRE-News-logo-150x150.png રાજનીતિ – ધ ફાયર ન્યૂઝ https://gujarati.thefirenews.com 32 32 દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન https://gujarati.thefirenews.com/petition-by-aap-against-notice-of-decommi/ https://gujarati.thefirenews.com/petition-by-aap-against-notice-of-decommi/#respond Fri, 26 Jul 2024 10:44:42 +0000 https://gujarati.thefirenews.com/?p=3937 ગાંધીનગર જિલ્લાના દહેગામ નગર પાલિકા દ્વારા દહેગામના અલગ અલગ 15 જેલટા મંદિર અને દરગાહને દબાણ બાબતે નગર પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દહેગામ દ્વારા મામલતદારને આવેદન આપી આ નિર્ણય રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી..

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકો અત્યંત વિકાસ પામી રહ્યો છે. ત્યારે દહેગામ નગર પાલિકા દ્વારા તાલુકામાં અલગ અલગ 15 જેટલા મંદિર તેમજ દરગાહને દબાણની નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના દહેગામ તાલુકાના કાર્યકરો દ્વારા ઉગ્ર

વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે જણાવામાં આવ્યુ હતું. કે દહેગામમાં ધાર્મિક સ્થળો વર્ષોથી છે. અને આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આ આસ્થાના કેન્દ્રને તોડી પાડવાનું કારસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પર તરત જ રોક લગાવલીને યોગ્ય કાર્યવાગહી કરવી જોઈએ સાથે અન્ય જે ગેરકાયદેસર દબાણો છે તેના પર કાર્યવાહી કરવામાં આવે દહેગામ ખઆતે અસંખ્ય અન્ય દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી રહી અને મંદિરોને કેમ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે.

આમ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા દહેગામ તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદન પત્ર આપી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આગામી સમયમાં દહેગામના નગરજનો સાથે મળી આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે.

]]>
https://gujarati.thefirenews.com/petition-by-aap-against-notice-of-decommi/feed/ 0
5 રાજ્યોની ચૂંટણીની જાહેરાત | મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન | પાંચેય રાજ્યોના 3 ડિસેમ્બરે પરિણામ https://gujarati.thefirenews.com/5-states-election-announcement-voting/ https://gujarati.thefirenews.com/5-states-election-announcement-voting/#respond Mon, 09 Oct 2023 07:41:54 +0000 https://gujarati.thefirenews.com/?p=3758 રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મધ્યપ્રદેશમાં 17 નવેમ્બર, રાજસ્થાનમાં 23, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે મતદાન થશે. આ તરફ મિઝોરમમાં 7 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. પાંચેય રાજ્યોના પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તેમના સાથીદારો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવ્યો. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે આ ચૂંટણીઓમાં કુલ 16.14 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 8.2 કરોડ પુરૂષ અને 7.8 કરોડ મહિલા મતદારો હશે. આ વખતે 60.2 લાખ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. તેમના સૂચનો અને પ્રતિભાવો લીધા છે.

INDIA ગઠબંધન બનવા છતાં 3 રાજ્યોમાં કોંગ્રેસ Congress VS AAP

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ સામે AAP ચૂંટણી લડી રહી છે. ભાજપ વિરુદ્ધ રચાયેલા વિપક્ષી ગઠબંધન INDIAમાં કોંગ્રેસ અને AAP બંને સામેલ છે. પરંતુ બંને વિધાનસભાની ચૂંટણીમાં એકબીજા સામે લડી રહ્યા છે.

ગેહલોત 2018માં મુખ્યમંત્રી બન્યા હતા | રાજસ્થાનમાં 25 વર્ષથી દર વખતે સરકાર બદલાય છે

રાજસ્થાનમાં કુલ 200 વિધાનસભા સીટો છે. 2018માં અહીં 199 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. અલવરની રામગઢ સીટ પરથી બસપાના ઉમેદવાર લક્ષ્મણ સિંહનું હાર્ટ એટેકથી નિધન થયું છે. જેના કારણે એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 99 બેઠકો મળી હતી. આરએલડીએ અહીં કોંગ્રેસને સમર્થન આપ્યું હતું, જેને એક સીટ મળી હતી. આ રીતે કોંગ્રેસને 100 બેઠકો મળી અને સરકાર બનાવી.

છત્તીસગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસની સરકાર બની, ભૂપેશ બઘેલ CM બન્યા

છત્તીસગઢમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 15 વર્ષ બાદ સત્તામાં પરત ફર્યું હતું. 90 બેઠકો પર યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને બે તૃતીયાંશ બહુમતી મળી છે.

જ્યારે ભાજપને માત્ર 15 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 68 બેઠકો મળી હતી. બાદમાં કેટલાક ધારાસભ્યોએ પાર્ટી બદલી. હાલમાં છત્તીસગઢમાં કોંગ્રેસના 71 ધારાસભ્યો છે, ભાજપ પાસે 13 ધારાસભ્યો છે, બસપા પાસે બે છે, ત્રણ ધારાસભ્યો જનતા કોંગ્રેસ છત્તીસગઢ પાર્ટીના છે અને એક ખાલી છે. રાજ્યમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ છે.

2018માં તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર એક સીટ મળી હતી

તેલંગાણામાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર એક જ સીટ મળી હતી. વર્તમાન મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પાર્ટી TRS (2022માં પક્ષનું નામ તેલંગાણા રાષ્ટ્ર સમિતિથી બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ કરવામાં આવ્યું હતું)ને સૌથી વધુ 88 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 19 બેઠકો મળી હતી. વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો, શાસક પક્ષ પાસે હાલમાં 119 વિધાનસભા બેઠકોમાંથી 101 ધારાસભ્યો છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પાસે 7 ધારાસભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે પાંચ, BJP પાસે ત્રણ, AIFB પાસે એક, એક નોમિનેટેડ અને એક અપક્ષ ધારાસભ્ય છે.

મિઝોરમમાં MNF 10 વર્ષ પછી પરત ફર્યું, BJP માત્ર એક સીટ જીતી

મિઝોરમમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) 10 વર્ષ પછી પરત ફર્યું. કુલ 40 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં MNFને 26 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી. આ સિવાય જોરમ પીપલ્સ મુવમેન્ટને આઠ સીટ મળી અને એક સીટ ભાજપના ફાળે ગઈ. સત્તાધારી મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીએ જોરામથાંગાને મુખ્યમંત્રી બનાવ્યા.

]]>
https://gujarati.thefirenews.com/5-states-election-announcement-voting/feed/ 0
પશુપાલકોને અન્યાયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા દહેગામ મામલતદારને આવેદન https://gujarati.thefirenews.com/petition-to-dehgam-mamlatdar-by-aam-aadmi/ https://gujarati.thefirenews.com/petition-to-dehgam-mamlatdar-by-aam-aadmi/#respond Fri, 06 Oct 2023 03:23:03 +0000 https://gujarati.thefirenews.com/?p=3714 ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રજાની ચિંતા થવા લગે છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તમામ પક્ષો પોતાની રીતે કઈને કઈ કરતા હોય છે જેમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ દહેગામ તાલુકાનું દૂધ ગાંધીનગર જિલ્લા સંઘમાં સમાવેશ કરવા માટે મામલતદાર સમક્ષ રજુઆત કરી હતી તેમજ આવેજન પત્ર રજુ કરવામાં આવ્યુ હતુ.

દહેગામ મામલતદાર સાહેબને આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદન આપવામાં આવ્યું એ આવેદન દહેગામ તાલુકાના પશુપાલકોનું જે વર્ષો જૂનો પ્રશ્ન હોય કે અમદાવાદ સંઘમાંથી ગાંધીનગર સંઘમાં દૂધ લઈ જવું પણ ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ લેવા માટે આ ખેડૂતોને જે અન્યાય થતો હતો પશુપાલકોને જે અન્યાય થતો હતો તે બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ જેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

]]>
https://gujarati.thefirenews.com/petition-to-dehgam-mamlatdar-by-aam-aadmi/feed/ 0
નવા જમાનાનો રાવણ છે, જે દુષ્ટ, ધર્મ વિરોધી અને રામ વિરોધી છે : બીજેપી https://gujarati.thefirenews.com/there-is-a-new-age-ravana-who-is-evil-anti-religious-and-anti-ram-bjp/ https://gujarati.thefirenews.com/there-is-a-new-age-ravana-who-is-evil-anti-religious-and-anti-ram-bjp/#respond Thu, 05 Oct 2023 13:53:33 +0000 https://gujarati.thefirenews.com/?p=3709 ભાજપે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રાહુલ ગાંધીને નવા જમાનાનો રાવણ કહીને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં રાહુલ ગાંધીને રાવણ તરીકે દર્શાવ્યા હતા. આ પોસ્ટના કેપ્શનમાં ભાજપે લખ્યું- આ નવા જમાનાનો રાવણ છે, જે દુષ્ટ, ધર્મ વિરોધી અને રામ વિરોધી છે. ભાજપે લખ્યું કે તેમનો ઉદ્દેશ્ય ભારતને નષ્ટ કરવાનો છે. આ પોસ્ટરનું હેડિંગ આપવામાં આવ્યું હતું કે ભારત સંકટમાં છે.

આ સાથે ભાજપે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર પરથી ‘ઘમંડિયા ફાઇલ્સ’ નામનો ચોથો એપિસોડ બહાર પાડ્યો છે. આ પ્રકરણમાં ભાજપે પશ્ચિમ બંગાળમાં સત્તા પર રહેલી ટીએમસી પર નિશાન સાધ્યું છે અને લખ્યું છે કે, ‘ટીએમસીના શાસનમાં બંગાળમાં ચૂંટણી જીતવી. કેવી રીતે લોકશાહીના ટુકડા કરવામાં આવી રહ્યા છે, મમતા બેનર્જીના કાર્યકરોમાં હુમલો, હત્યા અને બળાત્કાર દ્વારા ગામડે ગામડે ડર ફેલાયો છે.

મહત્વનુ છે કે રાહુલ ગાંધીનું રાવણ પોસ્ટર શેર કરવાં બાબતે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ રાહુલના ‘રાવણ’ પોસ્ટરને લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ નર્વસ થઈ ગઈ છે અને તેથી આવા નિવેદનો અને પોસ્ટરો જારી કરીને રાહુલ ગાંધીને કોર્નર કરી રહી છે. BJP, INDIA Alliance થી નારાજ છે અને આવા નિવેદનો થી INDIA Alliance ને તોડવા માંગે છે પણ એવું થશે નહિ. રાહુલ ગાંધીથી મોટો શિવભક્ત કોઈ નથી.

]]>
https://gujarati.thefirenews.com/there-is-a-new-age-ravana-who-is-evil-anti-religious-and-anti-ram-bjp/feed/ 0
ગુજરાતના ખેડૂતોની માંગણીઓને લઈને ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી ક્રાંતિ સંગઠનની “ક્રાંતિ” https://gujarati.thefirenews.com/kranti-sangathans-revolution-from-gandhi-ashram-to/ https://gujarati.thefirenews.com/kranti-sangathans-revolution-from-gandhi-ashram-to/#respond Sat, 30 Sep 2023 16:20:20 +0000 https://thefirenews.in/?p=3318 ગુજરાતના ખેડૂતો સમસ્યાને ઉજાગર કરવા ખેડૂતો પોતાના ખેતરની માટી લઈને ગાંધી આશ્રમ અમદાવાદથી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર સુધી યાત્રા કરશે અને સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે આ મીટીથી વૃક્ષારોપણ કરશે તેમજ સરકાર સમક્ષ ગુજરાત રાજ્યનાં ખેડૂતોની સમસ્યાઓ રજુ કરશે.
(૧) સરકારની કૂષી વિરોધી આર્થિક નિતી મોંઘા બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, ડીઝલ અને મજદુરી ખર્ચ સિંચાઇ વ્યવસ્થાનો અભાવ થી ખેતી ખર્ચ વઘતો જાય તેની સામે ઉત્પાદન ના પુરા ભાવ ન મલવા, પાક વિમાના પુરા નાણા ન આપે કે સરકાર દ્વારા સરકારી ખર્ચે સિંચાઇ વ્યવસ્થા ન હોય, યોગ્ય વળતર ન મળતાં દર વર્ષે ખેડૂતો ને માથે દેવુ વઘતુ જાય છે
(૨) દસ્તાવેજ કરી જમીન વેચાણ લીઘેલ હોય ચાલીસ-ચાલીસ વર્ષથી કબજો હોય એ ખેડૂતોની જમીનમાં સરકાર દાખલ કરવામાં આવે છે એટલે એમને કોઈ લોન કે અન્ય વળતર મળતું નથી.

(૩) ભારત પાકિસ્તાનના ભાગલા બાદ ભારતમાં આવેલ લોકો બનાસકાંઠામાં જમીન આપી હતી તે જમીનમાં સરકાર દાખલ કરી તેથી તેઓને કોઈ લાભ મળતા નથી
(૪)સર, સેઝ, એક્ષપ્રેસ હાઈવેમાં ખેડૂતોની મરજી વિરૂઘ્ધ જમીન સંપાદન કરી લીઘી ઘોલેરા જમીન એકવાઈર પર મનાઈ હુકમ હોવા છતાં બાવલીયારીમાં ઘોલેરા એક્ષપ્રેસ હાઈવે ઓથોરિટીએ જમીન ઝુંટવી લીધી
(૫) ૨૦૦૩ થી ૨૦૨૩ સુઘીમાં મુદ્રા, કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, ઘોલેરા, ભાવનગર, અમદાવાદના સાણંદ અને અન્ય જગ્યાએ સરકારી પડતર ગૌચરની જમીનો ઝુટવી લીઘી
(૬) નર્મદાનું પાણી સીઘુ ખેડૂતોને આપવા માટે કાયમી વ્યવસ્થા નથી, ગાંઘીનગર જીલ્લા ના ૨૦૦ ગામો મા એક પણ ગામ ને નર્મદા નુ પાણી સીઘુ મલતુ નથી નળ સરોવર ના ગામો મા કે કમાનડ વિસ્તારમાં પણ કોઈ ખેડૂતો નર્મદા કેનાલમાંથી પાણી મલતુ નથી પાણી મેળવવા ડીઝલ એન્જિન થી કે ઈલેક્ટ્રીક મોટર દ્વારા લે તો પાણી ચોરીનો કેસ કરી ચાલીસ-ચાલીસ લાખ રૂપિયા સુઘી દંડ કરે.

(૭) વિજ કંપની અને પવન ચક્કી દ્વારા વિજ ઉત્પાદન કરવા કંપનીઓએ કાળો કેળ વરતાવ્યો છે, પોલીસના સહારે મારઝુડ કરી જમીનમાં વિજ પોલ ઉભા કરે છે
(૮) ૧/૪/૨૦૧૬ થી પ્રઘાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત વિમા કંપનીએ ખેડૂતો પાસેથી પ્રીમિયમ કાપેલ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી તેમ છતાં વિમા કંપનીએ ખેડૂતોને વળતર ચુકવેલ નહી.

(૧૦) ગુજરાત રાજ્યમાં પાક નિષ્ફળ જતાં પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતાં આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારને મદદ આપી નથી
(૧૦) માનવસર્જિત આફત જેમ કે ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૨૩ ડેમના દરવાજા સમયસર ન ખોલતા લાખો હેક્ટર વિસ્તારમાં જમીન ખેડવા લાયક નથી છતા પુરુ વળતર કે જમીન સમથળ કરી નથી
(૧૧) ખાસ કરીને ગુજરાતમાં બે કરોડ થી વઘુ ભાગ્યા મજદુર ખેડૂતો પાસેથી મજદુરી ભાગે જમીન ખેડે છે, એમને ખેતીના પાકમાં નુકસાન જાય ત્યારે એમના પરીવારની મહેનતનું કાંઈ વળતર મળતું નથી (ખેડૂતોને ઉત્પાદન ન થાય તો મજદુરી કરતા ને કાઈ ન મળે)
(૧૨) પશુપાલન કરતાને પણ ખૂબ જ પશુ નીભાવ ખર્ચ થાય છે જેમ કે ખાણ, ખોળ, લીલો શુકો ઘાસચારો મોઘો, મહેનત ને ગણતરીમાં લે તો એક લીટર દુધ પાછળ ૧૦૦ રૂપીયા જેટલો ખર્ચ થાય છે એની સામે ભાવ મલતા નથી
(૧૩) ગ્રામીણ વિસ્તારોમાં કે શહેરમાં પશુપાલન માટે કોઈ જગ્યા રહી નથી, પશુપાલન કરતા ને શહેરમાં કોઈ સમય નક્કી કર્યો નથી હળવા ફલવા નો કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી ગૌચર ક્યાં ગયા ? એ કોઈને ખબર નથી
(૧૫) ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા મજદુર પશુપાલન કરતા સમગ્ર પરિવારને મહેનત સામે વળતર મળતું નથી ખોટ જાય છે તેથી ખેતી છોડી રહ્યા છે


(૧૬) ખોટી જમીન માપણીથી ખેડૂતો હેરાન પરેશાન છે, તો એ ખોટી જમીન માપણી રદ કરી ટિપણને આધારે માપણી કરી આપવી જોઈએ
(૧૭) સમગ્ર રાજ્યમાં નદીઓમાં ઝહરીલા કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે, નદી બચાવવા જળજીવન બચાવવા કોઈ કાયદો નથી તેથી હાઈકોર્ટેના હુકમ હોવા છતાં અમલ થતો નથી રાજ્યમાં તમામ નદીઓમાં ઝહરીલા કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એટલે નદી બચાવવા કાયદો જરૂરી
(૧૮) ગુજરાત માં ખોટી જમીન માપણી થતા ખેડૂતો હેરાન પરેશાન છે,

સુપ્રીમ કોર્ટેના હુકમ ગુજરાત હાઇકોર્ટેના હુકમ તેમજ દેશ આઝાદ થયો ત્યારથી આજદીન સુઘી નિમાયેલા કમીશનોની ભલામણ દાત. સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ કાયમી યોગ્ય નિતી બનાવો આ તમામ સમસ્યાનો એક જ ઉપાય સરકાર દ્વારા યોગ્ય કાયમી નિતી હોવી જોઈએ, જેમાં ટોટલ બજેટના પચાસ ટકા રકમ ગ્રામીણ વિસ્તારોમાં ફાળવવામાં આવે, સરકારી ખર્ચે સિંચાઇ વ્યવસ્થા, પાક ઉત્પાદન ના પુરા ભાવ, પાક નિષ્ફળ જતાં સમયસર વળતર વિગેરે અન્ય માંગો રજુ કરીએ છીએ. પાક ઉત્પાદન ના પુરા ભાવ,

]]>
https://gujarati.thefirenews.com/kranti-sangathans-revolution-from-gandhi-ashram-to/feed/ 0 गांधीआश्रम से गांधीनगर तक क्रांति संगठन की "क्रांति" nonadult
મારા જીવનસાથી રાજીવ ગાંધી “મહિલા અનામત બિલ” લઈને આવ્યા હતા – સોનિયા ગાંધી https://gujarati.thefirenews.com/congress-leader-sonia-gandhi-supported-the-nari-shakti-vandan/ https://gujarati.thefirenews.com/congress-leader-sonia-gandhi-supported-the-nari-shakti-vandan/#respond Wed, 20 Sep 2023 10:12:49 +0000 https://thefirenews.in/?p=3255 કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ નારી શક્તિ વંદન બિલનું સમર્થન કરતાં લોકસભામાં કહ્યું કે સરકારે આ બિલને તાત્કાલિક લાગુ કરવું જોઈએ. મારા જીવનસાથી રાજીવ ગાંધી “મહિલા અનામત બિલ” લઈને આવ્યા હતા પરંતુ સરકારે એસસી, એસટી અને ઓબીસીમાંથી આવતી મહિલાઓને પણ અનામત આપવી જોઈએ અને તેમને આગળ આવવાની તક આપવી જોઈએ. તેમને વધુમાં કહ્યું કે હું તમને જણાવી દઉં કે દેશમાં પ્રથમ વખત મારા પતિ અને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પંચાયતી રાજ અને નગર નિગમોમાં મહિલાઓને અનામત આપવાનું બિલ લઈને આવ્યા હતા. પરંતુ તે સમયે તે બિલ થોડા મતોથી પસાર થઈ શક્યું ન હતું. જે બાદમાં નરસિંહ સરકારે પસાર કર્યો હતો.

મહિલાઓએ નવા ભારતના નિર્માણ માટે દરેક મોરચે પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને લડ્યા છે. સરોજિની નાગર, અરુણા આસિફ જેવી લાખો-લાખો મહિલાઓથી લઈને આજ સુધી દરેક વખતે મહિલાઓએ મહાત્મા ગાંધી, નેહરુ, પટેલ, આંબેડકર અને મૌલાના આઝાદના સપનાને સાકાર કર્યા છે. ઈન્દિરા ગાંધીજીનું વ્યક્તિત્વ ખૂબ જ તેજસ્વી અને જીવંત ઉદાહરણ છે. આ મારા પોતાના જીવનની ખૂબ જ કરુણ ક્ષણ છે. પહેલીવાર રાજીવ ગાંધીજી આ બિલ લાવ્યા હતા જેને સાત મતથી હરાવ્યા હતા. બાદમાં નરસિમ્હા રાવ સરકારે તેને પાસ કરાવ્યું.. આજે પરિણામ એ આવ્યું છે કે દેશભરની સ્થાનિક સંસ્થાઓમાં 15 લાખ મહિલા નેતાઓ ચૂંટાઈ છે. રાજીવ ગાંધીજીનું સપનું અડધુ જ પૂરું થયું છે. આ બિલ પસાર થતાંની સાથે જ તે પૂર્ણ થશે. કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપે છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ભારતીય મહિલાઓ છેલ્લા 13 વર્ષથી તેમની રાજકીય જવાબદારીઓની રાહ જોઈ રહી છે. તેમને વધુ રાહ જોવા માટે કહેવામાં આવી રહ્યું છે. શું આ વર્તન યોગ્ય છે? કોંગ્રેસની માંગ છે કે આ બિલનો તાત્કાલિક અમલ થવો જોઈએ પરંતુ તેની સાથે જાતિની વસ્તી ગણતરી કરીને એસસી, એસટી અને ઓબીસી મહિલાઓ માટે અનામત આપવામાં આવે. સરકારે આ માટે જે પણ પગલાં લેવાની જરૂર છે તે લેવા જોઈએ. આ બિલને લાગુ કરવામાં વધુ વિલંબ એ ભારતની મહિલાઓ સાથે ઘોર અન્યાય છે. કોંગ્રેસ વતી હું સરકાર પાસે માંગ કરું છું કે આ બિલને વહેલી તકે લાગુ કરવામાં આવે. આ કરવું માત્ર જરૂરી નથી પણ શક્ય પણ છે.

]]>
https://gujarati.thefirenews.com/congress-leader-sonia-gandhi-supported-the-nari-shakti-vandan/feed/ 0
ગણેશ ચતુર્થીના દિવસે થશે નવા સંસદ ભવનના ‘શ્રી ગણેશ’: https://gujarati.thefirenews.com/%e0%aa%97%e0%aa%a3%e0%ab%87%e0%aa%b6-%e0%aa%9a%e0%aa%a4%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%ab%87-%e0%aa%a5%e0%aa%b6%e0%ab%87/ https://gujarati.thefirenews.com/%e0%aa%97%e0%aa%a3%e0%ab%87%e0%aa%b6-%e0%aa%9a%e0%aa%a4%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%ab%87-%e0%aa%a5%e0%aa%b6%e0%ab%87/#respond Mon, 18 Sep 2023 11:52:50 +0000 https://thefirenews.in/?p=3232 કેન્દ્રની ભાજપ સરકારે બોલાવેલા નવા સંસદ ભવનના વિશેષ સત્રની શરૂઆત આગામી 18 સપ્ટેમ્બરથી શરુ થવાની છે અને આ સત્ર 22 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે. આ બધા વચ્ચે દેશના લોકોને એક પ્રશ્ન ચોક્કસ થઇ રહ્યો હશે કે આ સત્ર સંસદ ભવનની જૂની ઈમારતમાં યોજાશે કે નવા નક્કોર ભવનમાં? ત્યારે હવે આ આતુરતાનો અંત લાવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વાત એમ છે કે કેન્દ્રનું આગામી વિશેષ સત્ર નવા અને જૂના તેમ બંને ભવનમાં યોજાશે. સત્રની શરૂઆત 18 સપ્ટેમ્બરે જૂના બિલ્ડીંગથી થશે. પણ ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે સત્ર શરુ થયાના બીજા દિવસે (19 સપ્ટેમ્બર) આ સત્રને દેશના નવા સંસદ ભવનના શ્રી ગણેશ કરીને ત્યાં સ્થાનાંતરિત કરવામાં આવશે.


મળતી માહિતી અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે દેશના નવા સંસદ ભવનના શ્રી ગણેશ કરવામાં આવનાર છે. નવા ભવનનું ઉદ્ઘાટન તો ગત મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં કામકાજ નહોતું કરવામાં આવતું. છેલ્લે યોજાયેલું ચોમાસું સત્ર પણ જૂના ભવનમાં યોજવામાં આવ્યું હતું. પરંતુ આગામી 19 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના રોજ કેન્દ્ર સરકારના વિશેષ સત્રના બીજા દિવસે નવા સંસદ ભવનમાં કામકાજ શરુ કરી દેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે 19 સપ્ટેમ્બર બાદ સંસદના તમામ કામકાજ નવા ભવનથી જ કરવામાં આવશે. અને તેની શરૂઆત કેન્દ્રની ભાજપ સરકારે બોલાવેલા વિશેષ સત્રના બીજા દિવસથી કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી સરકારે બોલાવ્યું છે વિશેષ સત્ર

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સપ્ટેમ્બરમાં પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર આગામી 18 સપ્ટેમ્બર, 2023થી 22 સપ્ટેમ્બર, 2023 સુધી યોજાશે. આ સત્રનો એજન્ડા શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. પરંતુ આ વિશે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે કે સરકાર ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લાવી રહી છે, તો ક્યાંક UCC (યુનિફોર્મ સિવિલ કૉડ) કે ‘મહિલા અનામત’ સબંધિત બિલ આવશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

મોદી સરકારે આ સત્રના એજન્ડાને લઈને કોઈ ફોડ પાડ્યો નથી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને માત્ર આ સત્રના આયોજનની ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 17મી લોકસભાનું 13મુ સત્ર અને રાજ્યસભાનું 261મુ સત્ર સાથે મળશે અને આ દરમિયાન પાંચ બેઠકો યોજાશે. સંસદનું વિશેષ સત્ર એટલે શું? તે જાણવા આપ આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

ક્યારે ક્યારે બોલાવાયુ સંસદનું વિશેષ સત્ર 

પ્રથમ સત્ર1977 માં, તમિલનાડુ અને નાગાલેન્ડમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવા માટે ફેબ્રુઆરીમાં બે દિવસ માટે રાજ્યસભાનું વિશેષ સત્ર યોજાયું હતું.
બીજું સત્ર991માં, હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી આપવા માટે જૂનમાં બે દિવસનું વિશેષ સત્ર (158મું સત્ર) યોજાયું હતું.
ત્રીજું સત્ર992માં ભારત છોડો આંદોલનની 50મી વર્ષગાંઠની યાદમાં સંસદનું વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું.
ચોથું સત્રભારતની આઝાદીની સુવર્ણ જયંતિની ઉજવણી માટે 26 સપ્ટેમ્બર 1997ના રોજ સંસદનું વિશેષ સત્ર યોજાવમાં આવ્યું હતું.
પાંચમું સત્ર2008માં ડાબેરી સંગઠનોએ મનમોહન સિંહની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારમાંથી તેમનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. જે બાદ જુલાઈમાં સરકારે બહુમત સાબિત કરવા માટે લોકસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું.
છઠ્ઠું સત્ર26 નવેમ્બર 2015ના રોજ, ડૉ. બી.આર. આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી માટે મોદી સરકાર દ્વારા એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાતમું સત્રભાજપે GST માં સુધારો કરવા માટે મધ્યરાત્રિએ સંસદના વિશેષ સત્રનું આયોજન કર્યું હતું.
]]>
https://gujarati.thefirenews.com/%e0%aa%97%e0%aa%a3%e0%ab%87%e0%aa%b6-%e0%aa%9a%e0%aa%a4%e0%ab%81%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8%e0%ab%87-%e0%aa%a5%e0%aa%b6%e0%ab%87/feed/ 0