નરેન્દ્ર મોદી સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાર્ડન કારમાં સાયન્સ સિટી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ સમિટના સફળતાની ફિલ્મ બતાવાઈ છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે.
ગોધરાની ઘટના બની ત્યારે ગુજરાત હિંસાની આગમાં સળગી રહ્યું હતું, દુનિયામાં ગુજરાતને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું, ગુજરાત તેના પગ પર ઊભું નહીં થાય તેવા નિવેદનો આવ્યા, ત્યારે મેં સંકલ્પ કર્યો કે, જે પણ પરિસ્થિતિ છે તેમાંથી ગુજરાતને બહાર કાઢીને રહીશ. ગુજરાતના આત્મવિશ્વાસ વધારવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ લાવ્યા અને આજે સફળતાના 20 વર્ષ પૂરા થયા છે. ગુજરાત સાંસ્કૃતિક ધરોહર બતાવવાનું માધ્યમ બની ગયું છે. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ, ત્યારે કેન્દ્ર સરકાર ગુજરાતને રાજકારણથી જોતા હતા. સહયોગ તો દૂરની વાત તે પ્રોજેક્ટો અટકાવવામાં આવતા હતા. વિદેશી રોકાણકારોને ધમકાવતા હતા. આ ડર સાથે વિદેશી રોકાણકારો આવ્યા. કારણ કે, અહીં ગુડ ગર્વનન્સ સહિતની સુવિધાઓ મળી રહે છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતા પાછળ આઇડિયા, ઇમિજીનેશન, ઇમ્લીમેન્ટેશન કામ કરે છે. એક નાનું રાજ્યએ ડેવલોપ દેશને પાર્ટનર બનાવીને દેખાડી દીધું છે. સમય બદલ્યો પણ એક વસ્તુ ન બદલી એ છે દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાતે સફળતા હાંસલ કરી છે. ક્યારેક ટાગોર હોલ તો સાયન્સ સિટીમાં તંબુ બનાવીને કાર્યક્રમ કરતા જે આજે મહાત્મા મંદિર પહોંચી ગયો છે. સમિટ કરતા ગુજરાતમાં પણ આ માધ્યમથી દેશના દરેક રાજ્યને લાભ પહોંચાડવા માગતા હતા. હું દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીને આવવા અવસર આપતો હતો. સ્ટેટ સમિટનું આયોજન પણ કરતો હતો. અમે ગુજરાતનો વિકાસ પણ નેશનલ વિઝન સાથે કરતા હતા. આપણી ઓળખાણ શું હતી કે ટ્રેડર સ્ટેટ તરીકેની. પરંતુ 21મી સદીમાં ગુજરાત સ્ટેટ એગ્રિકલ્ચર, મશીનરીમાં ડંકો વગાડ્યો. આ બધાની પાછળ વાયબ્રન્ટ ગુજરાતની સફળતા છે. કેમિકલ ક્ષેત્રે ગુજરાત તમામ દેશ માટે પહેલી પસંદગી બન્યું છે. ફૂડમાં પણ દેશમાં અગ્રેસર છે.
- Pushpa 2 માં શ્રીલીલાનો ટ્વિસ્ટ હશે, સિઝલિંગ ડાન્સ નંબર હલચલ મચાવશે!
- ફાયર બ્રિગેડ પર બની દેશની પહેલી ફિલ્મ ‘અગ્નિ’નું ટીઝર રિલીઝ
- સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર.શ્રોફ સેવા સદનનું શુભારંભ
- ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી
- તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, 7 હજાર સામર્થ્ય સાથે જોડાયેલા બોન્ડ છે. આજે સ્વામિ વિવેકાનંદની વાત યાદ આવે છે. પહેલા લોકો ઉપહાસ ઉડાવે, વિરોધ કરે અને પછી તેને સ્વીકારે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આઇડિયા પાંચ વર્ષ પહેલાના હોય. યુવાનોને ખબર પણ નહીં હોય કે 2001માં આવેલા ભૂકંપમાં ગુજરાતની સ્થિતિ શું હતી. હજારો લોકોના મૃત્યુ થયા હતા.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું એક નાનું બીજ વાવ્યું, ને આજે વટવૃક્ષ બની ગયું
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું એક નાનું બીજ વાવ્યું હતું ને આજે વટવૃક્ષ બની ગયું છે, આ એક બ્રાન્ડિંગનું આયોજન નહીં બોન્ડિંગનું આયોજન છે. દુનિયા માટે આ બ્રાન્ડ હોઇ શકે પણ મારા માટે સફળ બોન્ડિંગ છે. 7 હજાર સામર્થ્ય સાથે જોડાયેલા બોન્ડ છે. આજે સ્વામિ વિવેકાનંદની વાત યાદ આવે છે. પહેલા લોકો ઉપહાસ ઉડાવે, વિરોધ કરે અને પછી તેને સ્વીકારે છે. ખાસ કરીને ત્યારે જ્યારે આઇડિયા પાંચ વર્ષ પહેલાના હોય. યુવાનોને ખબર પણ નહીં હોય કે 2001માં આવેલા ભૂકંપમાં ગુજરાતની સ્થિતિ શું હતી. હજારો લોકોના મૃત્યુ થયા હતા.
‘વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ગાથા, બે દાયકા પરિવર્તનના’
નરેન્દ્ર મોદી 2001માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે ગુજરાતના વ્યૂહાત્મક ભૂ-ભાગનો સદઉપયોગ કરવાનો, લોકોમાં રહેલી ઉદ્યોગ સાહસિકતાની ભાવનાને બહાર લાવવાનો અને રાજ્યને વેપાર, વાણિજ્ય અને સંસ્કૃતિના સમૃદ્ધ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ગુજરાતની જનતાએ તેમના આ સંકલ્પને બે હાથે વધાવી લીધો. 2003માં, તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી – એક એવી પહેલ જે હવે વેપાર, સંસ્કૃતિ અને પરંપરાઓનું સંગમ બની ગઈ છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી ત્યારે મોટી હોટલો પણ નહોતી – નરેન્દ્ર મોદી
વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારે મોટી હોટલો પણ નહોતી. ત્યારે વિદેશી મહેમાનોને કયા રોકવા એ મોટો પ્રશ્ન હતો. ગેસ્ટ હાઉસ પણ હાઉસફૂલ થઈ જતા હતા. 2009માં વાયબ્રન્ટ ગુજરાતના આયોજન વખતે પૂરી દુનિયામાં મંદી હતી ત્યારે બધા કહેતા આ વર્ષે ગુજરાત વાયબ્રન્ટ રદ કરી દ્યો, પણ હું ડગ્યો નહીં. નિષ્ફળતા મળે તો શું થયું પણ આદત ન છૂટવી જોઈએ. વાયબ્રન્ટ ગુજરાતની સફળતા તેની વિકાસ યાત્રાથી પણ સમજી શકાય છે. આજે 40 હજાર લોકો જોડાયેલા છે. આજે 135 દેશ જોડાયેલા છે.
પહેલા ટેક્સટાઈલ પ્લાન્ટ વાપીમાં નાખવાના હતા
ગોએન્કા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 2003 પહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ટેક્સટાઈલ પ્લાન્ટ વાપીમાં નાખવાના હતા, મોદીએ કચ્છમાં કહ્યું એટલે ત્યાં પ્લાન્ટ નાખવામાં આવ્યો. લેહમેન બ્રધર્સ ક્રાઇસિસ વખતે પણ વાયબ્રન્ટ ગુજરાતને સફળતા મળી હતી. જ્યારે લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે, ગુજરાતમાં વિવિધતાપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝ છે.