અમદાવાદ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. જે બાદ મીડિયા સાથે વાત કરતાં અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, આજે ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. 1982માં વિદ્યાર્થીકાળ વખતે કોંગ્રેસમાં જોડાયો હતો. કોંગ્રેસ તાલુક યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધપક્ષના નેતા જ પ્રથમ ટર્મમાં બન્યો અને તે પછી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં જવાબદારી નિભાવી હતી.
- Pushpa 2 માં શ્રીલીલાનો ટ્વિસ્ટ હશે, સિઝલિંગ ડાન્સ નંબર હલચલ મચાવશે!
- ફાયર બ્રિગેડ પર બની દેશની પહેલી ફિલ્મ ‘અગ્નિ’નું ટીઝર રિલીઝ
- સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર.શ્રોફ સેવા સદનનું શુભારંભ
- ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી
- તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
જે કંઇક શક્તિ હતી તે કોંગ્રેસ પક્ષને આપી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગૂંગળામણ અનુભવતો હતો. જે આશા અને કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો. પ્રજાની અપેક્ષા હોય છે કે ચૂંટાયેલા નેતાઓ તેમના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કરે અને પ્રજા સાથે જોડાયેલા રહે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી. ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઇ આવવાની, તે મને લાગ્યું કે હવે હું આમા કરી શકીશ નહીં. ખૂબ જ ભારે હ્રદયે… કેમ કે, આટલા વર્ષો સુધી મેં કોંગ્રેસ પક્ષમાં મારું લોહી અને પરસેવો બન્ને આપ્યા હતા. છોડવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ ગુજરાતના મારા શુભેચ્છકો અને ટેકોદારોની લાગણી હતી કે મારે અત્યારે જે રીતે કોંગ્રેસ પક્ષ ચાલે છે તેમાં પરિવર્તન લાવવામાં સફળ થઇશ નહીં, એ માટે મે આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અને વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે. આ મારી રાજકીય સફરની અંદર દેશનું નેતૃત્વ હતું તેનું સહયોગ મળ્યો. કાર્યકર્તાઓની શુભેચ્છા રહી.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું : અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા એ એમ પણ કહ્યું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને ઠુકરાવવામાં આવ્યું તેનો મેં વિરોધ કર્યો હતો. પરંતુ આ વાત સ્વીકારવામાં ન આવી. તેના પરથી લાગતું હતું કે કોંગ્રેસે પ્રજા સાથેનું જોડાણ ગુમાવી દીધું છે.
નિર્ણય કરવાની વાત ત્યારે આવી કે, જ્યારે કોઇ રાજકીય પક્ષ પજા સાથેનો તાંતણો ગુમાવી તો તે લાંબો સમય ટકી શકે નહીં અને એનજીઓ બની જાય. દેશના લોકોની આશા હતી કે રામ મંદિર બંધાય. તે પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું ત્યારે તેને ઠુકરાવવામાં આવ્યું. ત્યારે મે અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહટ પહોંચાડનારી વાત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઇએ. પરંતુ તે વખતે પણ જે કોઇએ આ નિર્ણય કર્યો હોય, એના પરથી પ્રતિતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઇએ તેમાં કચાસ રહી ગઇ છે.
આ બધી બાબતો વારંવાર સમજાવવાની, સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી. છેલ્લે મેં એનાથી આગળ વધીને રાજીનામું આપ્યું છે. ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે. પ્રજાનો સહયોગ મળ્યું છે. આજે કોંગ્રેસના બંધનથી મુક્ત થયો છું. હું મુક્તિ અનુભવતો હોય તેવું લાગે છે. હું બધા મિત્રો સાથે વાત કરીને આગળની રાજકીય શરૂઆત કરીશ.
અર્જુન મોઢવાડિયાએ ઘણા સમયથી ભાજપમાં જશે તેવી અટકળો
અર્જુન મોઢવાડિયાએ ઘણા સમયથી ભાજપમાં જશે તેવી અટકળો થઈ રહી હતી પરંતુ તેમણે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું ન હતું. હજુ હમણા સુધી તેઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની આકરી ટીકા કરતા હતા. પરંતુ તાત્કાલિક તેમણે પાર્ટી બદલવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના રાજકારણમાં આ મોટી હલચલ છે પરંતુ તેનાથી કોઈને આશ્ચર્ય થયું નથી.