દિલ્હીઃ દક્ષિણ દિલ્હી બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં સતત બે વખત જીત મેળવનારા ભાજપના સાંસદ રમેશ બિધુરીએ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના નેતા કુંવર દાનિશ અલી વિરુદ્ધ આતંકવાદી અને ઉગ્રવાદી જેવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમના આ નિવેદનને કારણે ભાજપ બેક ફૂટ પર આવી ગઈ છે. વિપક્ષી પાર્ટીઓ તેમના નિવેદનની ટીકા કરી રહી છે. દરમિયાન દાનિશ અલી મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે કહ્યું કે બિધુરી સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ લોકસભામાંથી રાજીનામુ આપી દેશે.
સ્પીકર કાર્યવાહી નહીં કરે તો હું આ ગૃહને ભારે હૈયે છોડવાનું વિચારીશ – દાનિશ અલી
મીડિયા સાથે વાતચીતમાં સાંસદ દાનિશ અલીએ કહ્યું કે મને ખાતરી છે કે લોકસભા સ્પીકર આ ઘટનાને ધ્યાનમાં લેશે અને યોગ્ય કાર્યવાહી કરશે. મેં આ અંગે નોટિસ આપી છે કારણ કે બધું રેકર્ડ પર છે… મારા જેવા ચૂંટાયેલા વ્યક્તિની હાલત આવી હોય તો સામાન્ય માણસની કેવી
- Pushpa 2 માં શ્રીલીલાનો ટ્વિસ્ટ હશે, સિઝલિંગ ડાન્સ નંબર હલચલ મચાવશે!
- ફાયર બ્રિગેડ પર બની દેશની પહેલી ફિલ્મ ‘અગ્નિ’નું ટીઝર રિલીઝ
- સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર.શ્રોફ સેવા સદનનું શુભારંભ
- ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી
- તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
હશે ? આ ઉપરાંત, તેમણે કહ્યું કે મને આશા છે કે મારી સાથે ન્યાય થશે અને સ્પીકર સાહેબ કાર્યવાહી કરશે. તેવું નહીં થાય તો હું ભારે હૈયે આ ગૃહને છોડવાનો વિચાર કરીશ.
ભાજપે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર કારણદર્શક નોટિસ જારી કરી
બીજી તરફ માહિતી સામે આવી રહી છે કે આ નિવેદન બાદ ભાજપના ઘણાં વરિષ્ઠ નેતાઓએ પણ બિધુરીને ઠપકો આપ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બસપા સાંસદ દાનિશ અલી વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા બદલ ભાજપે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર પાર્ટી સાંસદ રમેશ બિધુરીને કારણદર્શક નોટિસ ફટકારી છે.
વિપક્ષે દ્વારા રમેશ બિધુરી પર કેસ ચલાવવાની માંગ કરી
બીએસપીના સાંસદ દાનિશ અલી વિશે રમેશ બિધુરીની વિવાદાસ્પદ ટિપ્પણી પર પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તમે સંસદની નવી ઇમારત બનાવી છે, તમારે તેની સાથે ફિનાઇલ પણ ખરીદવું જોઈતું હતું. આવી ભાષાનો ઉપયોગ કરનારા લોકોના મન અને મોં ધોઈ નાખતા જેથી વાત કરતા પહેલા તેમની જીભ સાફ થઈ જતી અને તેઓ આવા શબ્દોનો ઉપયોગ ન કરત. ભાજપે નવા સંસદભવનમાં પોતાના લોકો માટે ફિનાઈલની વ્યવસ્થા પણ કરવી જોઈએ.
આ મામલે બિહાર સરકારના મંત્રી તેજ પ્રતાપ યાદવે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે સરકાર તેમનું સભ્યપદ રદ કરે… આ નિંદનીય છે. આ લોકો બંધારણ અને તિરંગાને માનતા નથી, અમે ઈચ્છીએ છીએ કે તેમની સામે કેસ ચલાવવામાં આવે. આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો લોકશાહી માટે ખતરનાક છે.