અમદાવાદ ખાતે સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર. શ્રોફ સેવા સદનનું દશેરાના દિવસે લોકાર્પણ કરવામાં આવશે.
આ નવ નિર્મિત સેવા સદનના લોકાર્પણ પૂર્વે સદવિચાર પરિવાર દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન સમર્પણ વિદ્યાપીઠ કેમ્પસ રામદેવનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદને સંબોધતા સદવિચાર પરિવારના પ્રમુખ અને પદ્મશ્રી ડોક્ટર પંકજ એમ.શાહે કહ્યું કે, સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા વરિષ્ટ નાગરિકો માટે ૪૦ બેડની ક્ષમતા સાથે આધુનિક રિહેબિલિટેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ૧૨ ઓક્ટોબર શનિવાર દશેરાના દિવસે થશે.
તેમણે વધુમાં કહ્યું કે, આ સેવા સદનમાં આંખની હોસ્પિટલ, હેલ્થ કેર સહાય માટે તાલીમ કેન્દ્ર, વરિષ્ઠ નાગરિકો માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ક્લિનિક, મહિલાઓ માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ક્લિનિક, બાળકો માટે ક્લિનિક, જરૂરિયાતમંદ માટે મફતનું દવાખાનું, માનસિક આરોગ્ય ક્લિનિક, ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર, ડેન્ટલ ક્લિનિક, લેબોરેટરી સેવાઓ, દર્દીની સાર સંભાળ માટે ઘરે લઈ જવા માટેના મેડિકલ સાધનો, એમ્બ્યુલન્સ, હોમ કેર વાન, કોન્ફરન્સ હોલ જેવી સેવાઓ તેમજ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટે જગ્યા આ સેવાસદનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સદવિચાર પરિવારની વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર વાત કરતા સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ આઈ પટવારીએ કહ્યું કે, આ સદવિચાર કેમ્પસમાં આજના યુગની જરૂરિયાત પ્રમાણે કોમ્પ્યુટરમાં પ્રાથમિક અને એડવાન્સ કોર્સ દ્વારા કોઈપણ ઉંમરની વ્યક્તિને કોમ્પ્યુટર સંચાલન માટે સુસર્જ કરવામાં આવે છે. અહીંના રીડિંગ રૂમમાં ૨૫૦ જેટલા યુવાન- યુક્તિઓ દર મહિને તેમજ સમગ્ર વર્ષ દરમિયાન ૩૦૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા અન્નદાન મહાદાન સંત પુનિત ખીચડી પરસાદ દ્વારા ૧૦૦ જેટલી વ્યક્તિઓને નિશુલ્ક ભોજન અને જરૂરિયાત બંધ પરિવારોને રાશનકીટનું વિતરણ કરવામાં આવે છે. મહિલા ઉત્કર્ષ કેન્દ્ર તરફથી સફળ મહિલાઓનું સન્માન મહિલાઓમાં જાગૃતિ અને તેમના સશક્તિકરણના અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ સાથે અમદાવાદમાં નરોડા ખાતે આવેલ સદવિચાર પરિવાર હરગોવનદાસ પ્રભુદાસ આંખની હોસ્પિટલમાં દર્દીના મોતિયાના અધ્યતન ટ્રોપિકલ પદ્ધતિથી ફેંકો મશીન દ્વારા લેન્સ મૂકીને ઓપરેશન ખુબ નજીવા દરે કરવામાં આવે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પત્રકાર પરિષદમાં સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રવીણ ક. લહેરી, ઉપપ્રમુખ પિયુષભાઈ દેસાઈ, ટ્રસ્ટી શ્રી જીતેન્દ્ર બી પંચાલ, શ્રી કે.આર.સિંઘ, વિનોદભાઈ એસા, નીનાબેન.એમ.શાહ, સદી ચાર પરિવાર ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.