અમદાવાદઃ વર્લ્ડ કપના ક્રિકેટ શરૂ થઈ રહી છે. તેમાંય India-Pakistan વચ્ચેની મેચ હોય ત્યારે લોકોમાં ભારે ઉત્તેજના છે. જો કે, India-Pakistan વચ્ચે 14 ઓક્ટોબરના રોજ યોજાનારી મેચને લઇને હોટેલ્સના ભાડા 4થી 5 ગણા વધી જતાં ક્રિકેટ મેચ જોવા વિદેશમાં વસતા (NRG) ગુજરાતીઓએ દેશી જુગાડ શોધી કાઢ્યો છે. આ ક્રિકેટ રસિકોએ મેડિકલ ચેક અપના નામે હોસ્પિટલમાં રૂમ બુક કરાવી લીધા છે.
14 ઓકટોબરે India-Pakistanની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવવાની છે. આ મેચ જોવા ક્રિકેટ રસિયાઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. મેચની તારીખ જાહેર થતાંની સાથે જ હોટેલ્સમાં રૂમ બુક ફૂલ થઈ ગયા છે તો કેટલીક હોટલના ભાડા 4થી 5 ગણાં વધી ગયા છે. જેને લઇને ભારત બહારથી આવતા ક્રિકેટ પ્રેમીઓએ હોસ્પિટલમાં રૂમ બુક કરાવ્યા છે. 14 ઓકટોબરે હોસ્પિટલમાં બોડી ચેક અપ કરાવી બહારથી આવેલા લોકો મેચ જોવા જશે.
- Pushpa 2 માં શ્રીલીલાનો ટ્વિસ્ટ હશે, સિઝલિંગ ડાન્સ નંબર હલચલ મચાવશે!
- ફાયર બ્રિગેડ પર બની દેશની પહેલી ફિલ્મ ‘અગ્નિ’નું ટીઝર રિલીઝ
- સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર.શ્રોફ સેવા સદનનું શુભારંભ
- ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી
- તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
બોપલ સાંનિધ્ય હોસ્પિટલના ડોક્ટર પારસ શાહે જણાવ્યું છે કે, ‘14 ઓકટોબરે ભારત પાકિસ્તાનની મેચ છે. જેને લઈને સતત ઇન્કવાયરી આવી રહી છે. સામાન્ય દિવસમા ફાઈવ સ્ટાર હોટલના રૂમ 5થી 10 હજાર રૂપિયા સુધીમાં મળતા હોય તે 50 હજારથી 2 લાખ રૂપિયા સુધી ભરવા છતાં રૂમ મળતા નથી. એટલે હોસ્પિટલમાં રહેવા નિર્ણય કર્યો જેથી હેલ્થ ચેકઅપ પણ થઈ જાય અને મેચ પણ જોવાઈ જશે. વિદેશમાં બોડી ચેકઅપ કરાવવું ખૂબ મોંઘુ છે. એટલે પ્રવાસીઓને એક તીરથી બે નિશાન જેવું થયું છે. ઓછા ખર્ચમાં બોડી ચેકઅપ અને રહેવાની પણ વ્યવસ્થા થઈ જશે અને તે લોકોને મેચ પણ જોવાઈ જશે.’
હોસ્પિટલમાં રૂમ માટે અલગ અલગ પેકેજ રાખવામાં આવ્યા છે. 5 હજારથી 10 હજાર રૂપિયા સુધીના અલગ અલગ રૂમ છે. દરેક રૂમમાં એક દર્દી સાથે દર્દીના એક સગા માટે બેડ રાખવામાં આવ્યો છે. દર્દી માટેનું ડાયટ ખાવાનું મળશે અને દર્દીના સગા માટે રેગ્યુલર ખવાનું મળશે. હોસ્પિટલ ચટાકેદાર જમવાનું નહીં મળે પરંતુ દર્દી ઇચ્છે તો ઝોમેટો તથા સ્વીગી દ્વારા ફૂડ ઓર્ડર કરી શકશે. જેમાં અને છૂટછાટ આપી છે. આમ હોસ્પિટલમાં જ દર્દીને હોટેલ જેવી સુવિધા મળી રહેશે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘14 ઓકટોબરે મેચ છે જેના માટે આફ્રિકા, USA અને UKથી મોટા સંખ્યામાં લોકો મેચ જોવા આવવાના છે. 13 ઓકટોબરે મધ્ય રાત્રિએ લોકો પહોંચશે જેમને હોસ્પિટલ એમન્યુલેન્સ કે હોસ્પિટલ ગાડી દ્વારા પીકઅપ કરવામાં આવશે. હોસ્પિટલમાં લાવ્યા બાદ વહેલી સવારે 6 વાગે મેડિકલ ચેકઅપ શરૂ કરવામાં આવશે. મેડિકલ ચેકઅપ બાદ બપોરે મેચ જોવા જશે. મેચ જોયા બાદ મોડી રાતે ફરીથી હોસ્પિટલમાં આવીને રોકશે. હોસ્પિટલથી 15 ઓકટોબરે ફરીથી એરપોર્ટ જશે.’