અમદાવાદમાં રમાનારી India-pakistan મેચ પહેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. India-pakistan મેચની નકલી ટિકિટનું અને સાથે જ લેભાગૂ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. કારણ કે અમદાવાદમાંથી મેચની નકલી ટિકિટ પકડાઈ છે. અને આ લોકોએ 50 મેચની નકલી ટિકિટનું વેચાણ કર્યું છે. આ ટિકિટ 2 હજારથી 20 હજારમાં વેચી અને અત્યાર સુધીમાં 3 લાખની કમાણી કરી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી મેચની નકલી ટિકિટનું વેચાણ કરતા હતા. આવી રીતે વેચાણ કરવા માટે 200 જેટલી મેચની નકલી ટિકિટ તૈયાર કરી હતી. ધ્રુમિલ નામના આરોપીએ કડીથી ઓરીજનલ ટીકીટ મેળવી હતી, જેના આધારે મેચની નકલી ટિકિટ બનાવ્યાનો ખુલાસો થયો છે. ટિકિટ સાથે એક યુવાન સાથે કુલ ચારની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના બોડકદેવની ક્રિષ્ના ઝેરોક્ષ નામની દુકાનમાં આ ટિકિટ છપાઈ હતી. આ દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા અને ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેઈજ કબ્જે કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં રમાનારી હાઈવોલ્ટેજ India-pakistan મેચ પહેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. અને સાથે જ લેભાગૂ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. કારણ કે અમદાવાદમાંથી મેચની બનાવટી ટિકિટ પકડપાઈ છે. પોલીસે 100થી વધુ મેચની નકલી ટિકિટ કબ્જે કરી છે. અસલી ટિકિટ જેવી જ લાગતી આ મેચની નકલી ટિકિટ બનાવવામાં આવી અને તેને વેચવાનો કારસો હતો. જો કે, બ્લેકમાં નકલી ટિકિટ વેચાય તે પહેલા થયો પર્દાફાશ થયો છે. ટિકિટ સાથે એક યુવાન સાથે કુલ ચારની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લેભાગુ તત્વોએ 2 હજારથી 10 હજાર રૂપિયાના મુલ્યવાળી નકલી ટિકિટો બનાવી હતી.
India-pakistan મેચ પહેલા ક્રાઇમબ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. બોડકદેવ દેવની ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં રેડ પાડી હતી. ક્રાઇમ બ્રાન્ચે 108 મેચની ડુપ્લીકેટ ટિકિટો, ટીકીટ પ્રિન્ટ કરેલ 25 પેજ કબજે કર્યા છે. 1 પેજ પર 3 ટિકિટની કલર પ્રિન્ટ બનાવી હતી. પરંતુ આ ટિકિટ માર્કેટમાં વેચાવા જાય તે પહેલાં ક્રાઇમબ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. 2000 ના ભાવની બોગસ ટિકિટો બનાવાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે ટિકિટ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં એક યુવતી પણ સામેલ છે.