ગુજરાતના ખેડૂતો સમસ્યાને ઉજાગર કરવા ખેડૂતો પોતાના ખેતરની માટી લઈને ગાંધી આશ્રમ અમદાવાદથી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર સુધી યાત્રા કરશે અને સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે આ મીટીથી વૃક્ષારોપણ કરશે તેમજ સરકાર સમક્ષ ગુજરાત રાજ્યનાં ખેડૂતોની સમસ્યાઓ રજુ કરશે.
(૧) સરકારની કૂષી વિરોધી આર્થિક નિતી મોંઘા બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, ડીઝલ અને મજદુરી ખર્ચ સિંચાઇ વ્યવસ્થાનો અભાવ થી ખેતી ખર્ચ વઘતો જાય તેની સામે ઉત્પાદન ના પુરા ભાવ ન મલવા, પાક વિમાના પુરા નાણા ન આપે કે સરકાર દ્વારા સરકારી ખર્ચે સિંચાઇ વ્યવસ્થા ન હોય, યોગ્ય વળતર ન મળતાં દર વર્ષે ખેડૂતો ને માથે દેવુ વઘતુ જાય છે
(૨) દસ્તાવેજ કરી જમીન વેચાણ લીઘેલ હોય ચાલીસ-ચાલીસ વર્ષથી કબજો હોય એ ખેડૂતોની જમીનમાં સરકાર દાખલ કરવામાં આવે છે એટલે એમને કોઈ લોન કે અન્ય વળતર મળતું નથી.
(૩) ભારત પાકિસ્તાનના ભાગલા બાદ ભારતમાં આવેલ લોકો બનાસકાંઠામાં જમીન આપી હતી તે જમીનમાં સરકાર દાખલ કરી તેથી તેઓને કોઈ લાભ મળતા નથી
(૪)સર, સેઝ, એક્ષપ્રેસ હાઈવેમાં ખેડૂતોની મરજી વિરૂઘ્ધ જમીન સંપાદન કરી લીઘી ઘોલેરા જમીન એકવાઈર પર મનાઈ હુકમ હોવા છતાં બાવલીયારીમાં ઘોલેરા એક્ષપ્રેસ હાઈવે ઓથોરિટીએ જમીન ઝુંટવી લીધી
(૫) ૨૦૦૩ થી ૨૦૨૩ સુઘીમાં મુદ્રા, કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, ઘોલેરા, ભાવનગર, અમદાવાદના સાણંદ અને અન્ય જગ્યાએ સરકારી પડતર ગૌચરની જમીનો ઝુટવી લીઘી
(૬) નર્મદાનું પાણી સીઘુ ખેડૂતોને આપવા માટે કાયમી વ્યવસ્થા નથી, ગાંઘીનગર જીલ્લા ના ૨૦૦ ગામો મા એક પણ ગામ ને નર્મદા નુ પાણી સીઘુ મલતુ નથી નળ સરોવર ના ગામો મા કે કમાનડ વિસ્તારમાં પણ કોઈ ખેડૂતો નર્મદા કેનાલમાંથી પાણી મલતુ નથી પાણી મેળવવા ડીઝલ એન્જિન થી કે ઈલેક્ટ્રીક મોટર દ્વારા લે તો પાણી ચોરીનો કેસ કરી ચાલીસ-ચાલીસ લાખ રૂપિયા સુઘી દંડ કરે.
(૭) વિજ કંપની અને પવન ચક્કી દ્વારા વિજ ઉત્પાદન કરવા કંપનીઓએ કાળો કેળ વરતાવ્યો છે, પોલીસના સહારે મારઝુડ કરી જમીનમાં વિજ પોલ ઉભા કરે છે
(૮) ૧/૪/૨૦૧૬ થી પ્રઘાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત વિમા કંપનીએ ખેડૂતો પાસેથી પ્રીમિયમ કાપેલ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવી તેમ છતાં વિમા કંપનીએ ખેડૂતોને વળતર ચુકવેલ નહી.
- Pushpa 2 માં શ્રીલીલાનો ટ્વિસ્ટ હશે, સિઝલિંગ ડાન્સ નંબર હલચલ મચાવશે!
- ફાયર બ્રિગેડ પર બની દેશની પહેલી ફિલ્મ ‘અગ્નિ’નું ટીઝર રિલીઝ
- સદવિચાર પરિવાર ટ્રસ્ટી મંડળ દ્વારા નવનિર્મિત ડૉ.કે.આર.શ્રોફ સેવા સદનનું શુભારંભ
- ભુલ ભુલૈયા 3 પ્રમોશનમાં અમદાવાદમાં OG મંજુલિકા અને રૂહ બાબાની ગ્રાન્ડ એન્ટ્રી
- તારક મહેતાના શૈલેષ લોઢા, વકીલના પાત્રમાં જોવા મળ્યા | અમદાવાદમાં નવરાત્રી દરમ્યાન હાજરી આપી
(૧૦) ગુજરાત રાજ્યમાં પાક નિષ્ફળ જતાં પોતાના પરિવારનું ભરણ પોષણ ન થતાં આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારને મદદ આપી નથી
(૧૦) માનવસર્જિત આફત જેમ કે ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૨૩ ડેમના દરવાજા સમયસર ન ખોલતા લાખો હેક્ટર વિસ્તારમાં જમીન ખેડવા લાયક નથી છતા પુરુ વળતર કે જમીન સમથળ કરી નથી
(૧૧) ખાસ કરીને ગુજરાતમાં બે કરોડ થી વઘુ ભાગ્યા મજદુર ખેડૂતો પાસેથી મજદુરી ભાગે જમીન ખેડે છે, એમને ખેતીના પાકમાં નુકસાન જાય ત્યારે એમના પરીવારની મહેનતનું કાંઈ વળતર મળતું નથી (ખેડૂતોને ઉત્પાદન ન થાય તો મજદુરી કરતા ને કાઈ ન મળે)
(૧૨) પશુપાલન કરતાને પણ ખૂબ જ પશુ નીભાવ ખર્ચ થાય છે જેમ કે ખાણ, ખોળ, લીલો શુકો ઘાસચારો મોઘો, મહેનત ને ગણતરીમાં લે તો એક લીટર દુધ પાછળ ૧૦૦ રૂપીયા જેટલો ખર્ચ થાય છે એની સામે ભાવ મલતા નથી
(૧૩) ગ્રામીણ વિસ્તારોમાં કે શહેરમાં પશુપાલન માટે કોઈ જગ્યા રહી નથી, પશુપાલન કરતા ને શહેરમાં કોઈ સમય નક્કી કર્યો નથી હળવા ફલવા નો કોઈ જગ્યા ફાળવવામાં આવી નથી ગૌચર ક્યાં ગયા ? એ કોઈને ખબર નથી
(૧૫) ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા મજદુર પશુપાલન કરતા સમગ્ર પરિવારને મહેનત સામે વળતર મળતું નથી ખોટ જાય છે તેથી ખેતી છોડી રહ્યા છે
(૧૬) ખોટી જમીન માપણીથી ખેડૂતો હેરાન પરેશાન છે, તો એ ખોટી જમીન માપણી રદ કરી ટિપણને આધારે માપણી કરી આપવી જોઈએ
(૧૭) સમગ્ર રાજ્યમાં નદીઓમાં ઝહરીલા કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે, નદી બચાવવા જળજીવન બચાવવા કોઈ કાયદો નથી તેથી હાઈકોર્ટેના હુકમ હોવા છતાં અમલ થતો નથી રાજ્યમાં તમામ નદીઓમાં ઝહરીલા કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એટલે નદી બચાવવા કાયદો જરૂરી
(૧૮) ગુજરાત માં ખોટી જમીન માપણી થતા ખેડૂતો હેરાન પરેશાન છે,
સુપ્રીમ કોર્ટેના હુકમ ગુજરાત હાઇકોર્ટેના હુકમ તેમજ દેશ આઝાદ થયો ત્યારથી આજદીન સુઘી નિમાયેલા કમીશનોની ભલામણ દાત. સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ કાયમી યોગ્ય નિતી બનાવો આ તમામ સમસ્યાનો એક જ ઉપાય સરકાર દ્વારા યોગ્ય કાયમી નિતી હોવી જોઈએ, જેમાં ટોટલ બજેટના પચાસ ટકા રકમ ગ્રામીણ વિસ્તારોમાં ફાળવવામાં આવે, સરકારી ખર્ચે સિંચાઇ વ્યવસ્થા, પાક ઉત્પાદન ના પુરા ભાવ, પાક નિષ્ફળ જતાં સમયસર વળતર વિગેરે અન્ય માંગો રજુ કરીએ છીએ. પાક ઉત્પાદન ના પુરા ભાવ,