અવાર-નવાર ગુજરાત તેમજ દેશભરમાં લવ જેહાદની ઘટનાઓ બનતી જોવા મળતી હોય છે. વિધર્મીઓ હિન્દૂ છોકરીઓને લવજેહાદમાં ફસાવતા હોય છે. જેમાં આજે અમદાવાદનાં વિરાટનગર વિસ્તારમાં લવ જેહાદની ઘટના બની હતી. જોબ કરતી છોકરી બહાર કામથી જવાનું કહીને નીકળી હતી જે આખો દિવસ પરત ન ફરતાં માતા પિતા ચિંતિંત થઈ ગયા. માતા પિતાએ છોકરીને ફોન કરતાં કઈ જવાબ મળ્યો ન હતો અનેક જગ્યાએ ફોન કરવા છતાં કંઈજ છોકરીની ભાળ ન મળતાં તેઓને જાણવા મળ્યું કે તેઓની દીકરી કોઈ વિધર્મી યુવક સાથે ભાગી ગઈ છે. ત્યારબાદ માતા પિતાએ નિકોલ પોસીલને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તુરંત છોકરીના મા-બાપએ ગુજરાત સરકાર નાં મંત્રી અને નિકોલ વિધાનસભાનાં ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માજીનો સંપર્ક કર્યો.
જગદીશ વિશ્વકર્માજી દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને જોઇને સમય સુચકતા વાપરી તુરંત પોલીસને જાણ કરી અને તુરંત કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યુ હતુ. નિકોલ પોલિસ દ્વારા ગણતરીના કલાકોમા જ દીકરી અને લવ જેહાદી વિધર્મી યુવકને શોધીને પોલીસ સ્ટેશન માં હાજર કરી દેવામાં આવ્યા.
પોલીસે છોકરીને શોધ્યા પછી શરૂઆત માં માતા પિતાની સાથે વાત ન કરનાર દીકરીને અનેક પહેરાવેલ દોરા ધાગા નીકળતાજ દીકરી રડી પડી અને માતા પિતા સાથે ઘરેં જવાં તૈયાર થઈ હતી
સાથે સાથે છોકરીના મા-બાપ દ્વારા વિધર્મી યુવક દ્વારા ભોળવાયેલ દીકરી ને તેના ઘરે પરત લાવવામાં મદદરૂપ થનાર જગદીશ વિશ્વકર્માજી તેમજ હિંદુવાદી સંગઠનો સાથે સાથે નિકોલ પોલીસનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો…