ગાંધીનગર જિલ્લાના દહેગામ નગર પાલિકા દ્વારા દહેગામના અલગ અલગ 15 જેલટા મંદિર અને દરગાહને દબાણ બાબતે નગર પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દહેગામ દ્વારા મામલતદારને આવેદન આપી આ નિર્ણય રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી..
- “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
- IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
- ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકો અત્યંત વિકાસ પામી રહ્યો છે. ત્યારે દહેગામ નગર પાલિકા દ્વારા તાલુકામાં અલગ અલગ 15 જેટલા મંદિર તેમજ દરગાહને દબાણની નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના દહેગામ તાલુકાના કાર્યકરો દ્વારા ઉગ્ર

વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે જણાવામાં આવ્યુ હતું. કે દહેગામમાં ધાર્મિક સ્થળો વર્ષોથી છે. અને આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આ આસ્થાના કેન્દ્રને તોડી પાડવાનું કારસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પર તરત જ રોક લગાવલીને યોગ્ય કાર્યવાગહી કરવી જોઈએ સાથે અન્ય જે ગેરકાયદેસર દબાણો છે તેના પર કાર્યવાહી કરવામાં આવે દહેગામ ખઆતે અસંખ્ય અન્ય દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી રહી અને મંદિરોને કેમ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે.

આમ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા દહેગામ તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદન પત્ર આપી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આગામી સમયમાં દહેગામના નગરજનો સાથે મળી આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે.

