નવરાત્રિમાં નશાખોરોને પકડવા પોલીસે મેગા એક્શન પ્લાન બનાવ્યો છે. નશો કરીને આવનારના પોલીસ ટેસ્ટ કરશે. એટલુ જ નહિ, પહેલીવાર નવરાત્રિમાં બ્લડ, યુરિન, પરસેવાના સેમ્પલ લેવાશે. સેમ્પલ પોઝિટીવ આવે તો યોગ્ય કાર્યવાહી થશે. સાથે જ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા, કોણે આપ્યું તેની તપાસ થશે. યુવા વર્ગમાં ડ્રગ્સના સેવનનું દૂષણ વધતા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. જેમના સેમ્પલ લેવાશે તેનો રેકોર્ડ પોલીસમાં રાખવામાં આવશે. તહેવાર આનંદથી ઉજવનારા લોકોને પોલીસ પરેશાન નહીં કરે. પોલીસને શંકા જશે તો સેમ્પલ લઈ મેડિકલ તપાસ માટે મોકલશે.
- “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
- IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
- ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
નવરાત્રિમાં નશાખોરો બેફામ બની જાય છે. નવરાત્રિ એટલે નવ દિવસ બિન્દાસ્ત મસ્તી કરવાના દિવસો બની જાય છે. આ 9 દિવસો દરમિયાન સંતાનો બહાર શું કરે છે તેની માતાપિતાને પણ ખબર હોતી નથી. આવામાં નશાખોરોને ડામવા માટે ગુજરાત પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. અમદાવાદ પોલીસ નવરાત્રિના નવ દિવસ સતર્ક બનશે. ત્રીજી આંખ બનીને ખેલૈયાઓ વચ્ચે ફરશે.
ડ્રગ્સનું દૂષણ ફેલાય નહિ તે માટે નવરાત્રિમાં પોલીસે ખાસ પ્લાન
ખાસ કરીને ડ્રગ્સનું દૂષણ ફેલાય નહિ તે માટે નવરાત્રિમાં પોલીસે ખાસ પ્લાન બનાવ્યો છે. નવરાત્રિ દરમિયાન પોલીસને કોઈ ખેલૈયા પર કે વ્યક્તિ પર શંકા જશે તો સેમ્પલ લઈને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવશે. અમદાવાદ પોલીસે ડ્રગ્સનો નશો કરી આવતા લોકોને પકડવા બ્લડ, યુરિન અને પરસેવાના સેમ્પલ લઈ ટેસ્ટ સુધીની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી માત્ર બ્રિથ એનેલાઈઝરનો જ ઉપયોગ કરાયો હતો, પરંતું આ વખતે શંકા જશે તો અમદાવાદ પોલીસ બ્લડ, યુરિન ટેસ્ટ કરાવી, પરસેવાના સેમ્પલ પણ લેશે.
જે વ્યક્તિના સેમ્પલ લેવાશે તેના રેકોર્ડ પણ રાખવામાં આવશે. જેના બાદ જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો એક્શન લેવાશે. આ નવરાત્રિમાં નશાખોરોને કોઈ પણ રીતે છોડવામાં નહિ આવે. અમદાવાદમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રિને હવે 10 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ પણ સુરક્ષાના મુદ્દે સજ્જ બની છે. અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. તેના ડોયુમન્ટસ અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ આયોજકને પરમિશન મળશે.
ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન
- નવરાત્રિ માટેની અરજી
- આયોજકનું આધાર કાર્ડ
- જગ્યા માલિકનું સંમતિપત્ર (જગ્યા ભાડે આપી હોય તો તેનો પુરાવો)
- મહિલા તેમજ પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો
- ફાયર સેફટી અંગેનું કોર્પોરેશનનું પ્રમાણપત્ર
- ઈલેક્ટ્રિક ફિટિંગ અંગેનું ગર્વમેન્ટ ઓથોરાઈઝડ ઈલેક્ટ્રિશિયનનુંં પ્રમાણપત્ર
- જનરેટરની વ્યવસ્થા કરી છે કે નહીં તેની વિગત
- સીસીટીવી કેમેરા ક્યાં-કેટલા લગાવ્યા છે તેની વિગત
- સાઉન્ડ સિસ્ટમવાળા વ્યક્તિનું નામ-સરનામુ ં સહિતની વિગત
- આર્ટિસ્ટનું સંમતિપત્ર
- વીમા પોલિસી
- પાર્કિંગની વ્યવસ્થાની વિગત




