સુરત : સુરતના એક્ટિવિસ્ટ અને એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે. સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાએ એક પોલીસ લખેલી ગાડીને અટકાવી હતી. જેમાં કાળા કાચ કેમ રાખ્યા છે અને આગળ પોલીસ લખેલી પ્લેટ કેમ રાખી છે તેવો સવાલ પુછતા ભાઇને લાગી આવ્યું હતું. જેના પગલે ગાડી ચાલક અને મેહુલ બોઘરા વચ્ચે ચકમક ઝરી હતી. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
મેહુલ બોઘરાને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં તેના પર પોલીસની હાજરીમાં હુમલાનો પ્રયાસ થયો હતો. ગાડીમાં નંબર પ્લેટ પણ નહોતી અને કાળા કાચ રાખ્યા હતા. સમગ્ર મામલો હાલ હાઇપ્રોફાઇલ બન્યો છે. મેહુલ બોઘરા પર હુમલાની ઘટનાથી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. જ્યાં સેંકડો લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. સમગ્ર મામલો હાલ હાઇપ્રોફાઇલ બન્યો છે. જો કે સમગ્ર મામલે કોઇ અધિકારીક સ્પષ્ટતા આવી નથી. હાલ ગુજરાત તક આ મામલે સ્પષ્ટતાની રાહ જોઇ રહ્યું છે. જેથી કોઇ પણ મામલાની પૃષ્ટિ ગુજરાત તક નથી કરતું.
એડવોકેટ મેહુલ બોધરાએ શું કહ્યું ?
એડવોકેટ મેહુલ બોધરાએ સમગ્ર ઘટના બાદ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ જણાવ્યું હતું કે, હું મારા અંગત કામ અર્થે બહાર જઈ રહ્યો હતો ત્યારે પર્વત પાટિયા પાસે બીઆરટી કોરીડોર પાસે એક બ્લેક કલરના કાચ વાળી નંબર પ્લેટ વિનાની ગાડી જોવા મળી હતી. ત્યારે મને એ ગાડી પર શંકા જતા તે ગાડી તરફ જઈને મારી સેફ્ટી માટે સોશિયલ મીડિયામાં લાઈવ શરૂ કર્યું હતું. ત્યારે તે ગાડી ચાલક મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો.
એડવોકેટ મેહુલ બોધરાએ પોલીસ પર કર્યા આક્ષેપ
ઘટના અંગે મેહુલ બોઘરાએ વધુમાં કહ્યું કે, તે ગાડી ચાલકે મારી પર ઉગ્રતા ભર્યું વર્તન કર્યું હતું. તે સમય મેં કેન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો તેમણે કોલ ઉપાડ્યો ન હતો. ત્યારબાદ ટ્રાફિક DCPને પણ કોલ કર્યો હતો. તેમણે પણ કોલ ન ઉપાડ્યો. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગાડી ચાલકે અન્ય લોકોને કોલ કરીને બોલાવ્યા હતા. તે લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા હતો કે, આ બાબતે હું પુણા પોલીસ સ્ટેશનમાં પણ ગયો હતો જ્યાં પણ ગાડી ચાલક અને તેના સાથીદારો મને મારવાનો પ્રયત્ન કરે છે. તે લોકોએ પોલીસની હાજરીમાં ધમકી પણ આપી હતી. મેહુલ બોઘરાએ પી આઈ પર ગંભીર આક્ષેપ કર્યા હતા
અત્રે જણાવીએ કે, આ બાબતની કોઈ અધિકારીક સ્પષ્ટતા સામે આવી નથી. સત્ય શું છે તે તપાસનો વિષય છે. આ સમગ્ર બાબત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.