AAP – ધ ફાયર ન્યૂઝ https://gujarati.thefirenews.com Breaking News | ગુજરાતી સમાચાર | ગુજરાત | દુનિયા સમાચાર Fri, 26 Jul 2024 10:48:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=7.0 https://gujarati.thefirenews.com/wp-content/uploads/2023/09/cropped-THE-FIRE-News-logo-150x150.png AAP – ધ ફાયર ન્યૂઝ https://gujarati.thefirenews.com 32 32 દહેગામમાં ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસના વિરોધમાં AAP દ્વારા આવેદન https://gujarati.thefirenews.com/petition-by-aap-against-notice-of-decommi/ https://gujarati.thefirenews.com/petition-by-aap-against-notice-of-decommi/#respond Fri, 26 Jul 2024 10:44:42 +0000 https://gujarati.thefirenews.com/?p=3937 ગાંધીનગર જિલ્લાના દહેગામ નગર પાલિકા દ્વારા દહેગામના અલગ અલગ 15 જેલટા મંદિર અને દરગાહને દબાણ બાબતે નગર પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દહેગામ દ્વારા મામલતદારને આવેદન આપી આ નિર્ણય રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચિમકી આપી હતી..

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકો અત્યંત વિકાસ પામી રહ્યો છે. ત્યારે દહેગામ નગર પાલિકા દ્વારા તાલુકામાં અલગ અલગ 15 જેટલા મંદિર તેમજ દરગાહને દબાણની નોટિસ આપવામાં આવી હતી જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના દહેગામ તાલુકાના કાર્યકરો દ્વારા ઉગ્ર

વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે જણાવામાં આવ્યુ હતું. કે દહેગામમાં ધાર્મિક સ્થળો વર્ષોથી છે. અને આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આ આસ્થાના કેન્દ્રને તોડી પાડવાનું કારસ્તાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પર તરત જ રોક લગાવલીને યોગ્ય કાર્યવાગહી કરવી જોઈએ સાથે અન્ય જે ગેરકાયદેસર દબાણો છે તેના પર કાર્યવાહી કરવામાં આવે દહેગામ ખઆતે અસંખ્ય અન્ય દબાણો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી રહી અને મંદિરોને કેમ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે.

આમ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા દહેગામ તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદન પત્ર આપી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આગામી સમયમાં દહેગામના નગરજનો સાથે મળી આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે.

]]>
https://gujarati.thefirenews.com/petition-by-aap-against-notice-of-decommi/feed/ 0