અમદાવાદના મેયરના હસ્તે 6 કરોડ 76 લાખના ખર્ચે નિર્માણ પામનાર સબઝોનલ ઓફિસ ખાતમુહૂર્ત કરાયું હતુ. સબઝોનલ ઓફિસમાં વિવિધ વિભાગોના નિર્માણથી વિસ્તારના નાગરિકોને લાભ થશે તેમ મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન જણાવ્યું હતું.
આ ઓફિસ વિરાટનગર વોર્ડના ટીપી સ્કીમ નંબર 49 (પૂર્વ રખિયાલ) એફપી નંબર – 4માં તૈયાર કરવામાં આવશે. આ સબઝોનલ ઓફિસ 1401.98 સ્ક્વેર મીટરના વિસ્તારમાં કુલ 6 કરોડ 76 લાખ ખર્ચે નિર્માણ પામશે.
- “દ રેમ્પ પ્રોજેક્ટ” દ્વારા અમદાવાદ ખાતે બહુમુખી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
- સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના પછી ધરતી પર પાછા ફર્યા
- IRCTC દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ આપતું “Jain Yatra” ટ્રેન પેકેજ શરૂ
- ધોરણ 10ની પરીક્ષા શરૂ | કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
- IIT મદ્રાસ ખાતે ટેસ્ટ ટ્રેક લોન્ચ કરીને હાઇપરલૂપ ટ્રાવેલ તરફ ભારતનું મોટું પગલું
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈને જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામનાર વિરાટનગર વોર્ડની નવીન સબઝોનલ ઓફિસમાં વિવિધ વિભાગો જેવાકે સિવિક સેન્ટર વિભાગ, ઈજનેર વિભાગ અને ટેક્સ વિભાગનું નિર્માણ કરવામાં આવશે જેથી વિસ્તારમાં રહેતા નાગરિકોને તેનો સીધો લાભ મળી રહેશે તેમજ આ વોર્ડ નિર્માણનું કાર્ય સત્વરે પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


